gu_tw/bible/names/naaman.md

2.9 KiB

નામાન

તથ્યો:

જૂના કરારમાં, નામાન અરામના રાજાના સૈન્યનો સેનાપતિ હતો.

  • નામાનને કોઢ કહેવાતો એક ભયંકર રોગ હતો કે જે મટી શકતો ન હતો.
  • નામાનના પરિવારની એક યહૂદી ગુલામે તેને કહ્યું કે તે જઈને એલિશા પ્રબોધકને પોતાને સાજો કરવા કહે.
  • એલિશાએ નામાનને યર્દન નદીમાં સાત વાર સ્નાન કરવા કહ્યું.

જ્યારે નામાને તે પ્રમાણે કર્યું ત્યારે, ઈશ્વરે તેને તેના રોગથી સાજો કર્યો.

  • તેના પરિણામે, નામાને એકમાત્ર સાચા ઈશ્વર યહોવામાં વિશ્વાસ કર્યો.
  • નામાન નામના બીજા બે માણસો યાકૂબના દીકરા બિન્યામીનના વંશજો હતા.

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

(આ પણ જૂઓ: અરામ, યર્દન નદી, કોઢ, પ્રબોધક)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

  • 19:14 નામાન કે જે શત્રુ સેનાપતિ હતો અને જેને ચામડીનો ભયંકર રોગ હતો તેના જીવનમાં એક ચમત્કાર થયો.
  • 19:15 પ્રથમ તો નામાન ગુસ્સે થયો અને તેમ કરવા માગતો ન હતો કારણકે તેમ કરવું તેને મૂર્ખતા લાગી.

પણ બાદમાં તેણે પોતાનું મન બદલ્યું અને યર્દન નદીમાં સાત વાર ડૂબકી લગાવી.

  • 26:6 “તેણે (એલિશાએ)નામાનના ચામડીના રોગને જ સાજો કર્યો.”

શબ્દ માહિતી:

  • Strong's: H5283, G3497