gu_tw/bible/names/aram.md

3.2 KiB

અરામ, અરામી, અરામીઓ, અરામીક

વ્યાખ્યા:

જૂનાકરારમાં “અરામ” નામનાં બે માણસો હતા. તે ક્નાનના ઉત્તરપૂર્વ પ્રદેશનું નામ હતું, કે જ્યાં હાલમાં સિરિયા આવેલું છે.

  • અરામમાં રહેનારા લોકો “અરામીઓ” તરીકે ઓળખાય છે, અને અરામીક ભાષા બોલે છે.

ઈસુ અને તેમના સમયના બીજા યહુદિયો પણ અરામીક બોલતા હતા.

  • તેમાંના એક શેમના દીકરાનું નામ અરામ હતું.

અરામ નામનો બીજા એક માણસ જે રિબકાનો પિતરાઈ હતો. તે સંભવ છે કે અરામના પ્રદેશનું નામ આ બેમાંથી એકના નામ પરથી પડ્યું હશે.

  • સમય જતાં અરામ ગ્રીક નામ “સિરિયા” તરીકે જાણીતું થયું.
  • આ શબ્દ “પાદ્દાનારામ” એટલે કે “અરામના મેદાન” અને આ મેદાન અરામના ઉત્તરભાગમાં આવેલું હતું.
  • ઈબ્રાહિમના કેટલાક સબંધીઓ હારાન શહેરમાં રહેતા હતા કે જે “પાદ્દાનારામ” માં આવેલું હતું.
  • જૂનાકરારમાં ક્યારેક આ શબ્દ “અરામ” અને “પાદ્દાનારામ” એક જ પ્રદેશ માટે વપરાયો છે.
  • “અરામ નહારીમ” શબ્દનો અર્થ “અરામની બે નદીઓ” હોઈ શકે.

આ પ્રદેશ મેસોપોટેમીયાના ઉત્તર ભાગમાં અને “પાદ્દાનારામ” પૂર્વમાં ભાગમાં આવેલો હતો.

(ભાષાંતર સુચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: મેસોપોટેમીયા, પાદ્દાનારામ, રિબકા, શેમ, [સિરિયા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H758, H763, G689