gu_tw/bible/names/paddanaram.md

2.4 KiB

પાદાનારામ

તથ્યો:

પાદાનારામ એક પ્રદેશનું નામ હતું કે જ્યાં કનાન દેશમાં ગયા અગાઉ ઇબ્રાહિમનું કુટુંબ રહેતું હતું. તેનો અર્થ “અરામનું મેદાન” થાય છે.

  • જ્યારે ઇબ્રાહિમ પાદાનારામના હારાનથી કનાન દેશમાં જવા નીકળ્યો ત્યારે, તેનું મોટા ભાગનું બાકીનું કુટુંબ તો હારાનમાં જ રહ્યું.
  • ઘણા વર્ષો બાદ, ઇસહાક માટે ઇબ્રાહિમના સગાઓમાં પત્ની મેળવવા ઇબ્રાહિમનો દાસ પાદાનારામ ગયો અને ત્યાં તેને બથુએલની પૌત્રી રિબકા મળી.
  • ઇસહાક અને રિબકાનો દીકરો યાકૂબ પણ પાદાનારામ ગયો અને રિબકાના ભાઈ લાબાનની બે દીકરીઓને પરણ્યો. લાબાન હારાનમાં રહેતો હતો.
  • અરામ, પાદાનારામ અને અરામ નાહરાઇમ તે બધા એક જ પ્રદેશના ભાગો હતા કે જે હાલના સિરિયા દેશમાં આવેલો છે.

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

(આ પણ જૂઓ: ઇબ્રાહિમ, અરામ, બથુએલ, કનાન, હારાન, યાકૂબ, લાબાન, રિબકા, સિરિયા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H6307