gu_tw/bible/names/mesopotamia.md

2.0 KiB

મેસોપોતામિયા, અરામ-નાહરાઈમ

તથ્યો:

મેસોપોતામિયા હિદ્દેકેલ અને ફ્રાત નદીઓની વચ્ચેનો ભૌગોલિક પ્રદેશ છે. તેનું સ્થાન વર્તમાન ઇરાક દેશના વિસ્તારમાં છે.

  • જૂના કરારમાં, આ પ્રદેશને “અરામ-નાહરાઈમ” કહેવામાં આવતો હતો.
  • “મેસોપોતામિયા” શબ્દનો અર્થ “નદીઓ વચ્ચે” એવો થાય છે.

“અરામ-નાહરાઈમ” શબ્દસમૂહનો અર્થ “બે નદીઓનો અરામ” એવો થાય છે.

  • ઇબ્રાહિમ કનાન દેશમાં ગયો તે અગાઉ તે મેસોપોતામિયાના ઉર અને હારાન શહેરોમાં રહેતો હતો.
  • મેસોપોતામિયાનું એક બીજું અગત્યનું શહેર બાબિલ હતું.
  • “ખાલ્દી” કહેવાતો પ્રદેશ પણ મેસોપોતામિયાનો એક ભાગ હતો.

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કરવો)

(જુઓં: બાબિલ, ખાલ્દી, ફ્રાત નદી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H763, G3318