gu_tw/bible/names/jordanriver.md

3.0 KiB

યર્દન નદી, યર્દન

સત્યો:

યર્દન નદી કે જે ઉત્તરથી દક્ષિણમાં વહે છે, અને જમીનની પૂર્વ સીમા બનાવે છે કે જે કનાન કહેવાતો હતો. આજે, યર્દન નદી ઈઝરાએલને તેના પશ્ચિમ યર્દનથી તેના પૂર્વ યર્દનને અલગ કરે છે.

  • યર્દન નદી ગાલીલના સમુદ્રમાંથી વહે છે અને પછી મૃત સમુદ્રમાં ખાલી થાય છે.
  • જયારે યહોશુઆ ઈઝરાએલીઓને કનાનમાં જવા આગેવાની આપતો હતો ત્યારે તેઓને યર્દન નદી પાર કરીને જવું પડ્યું

તેને સામાન્ય રીતે પાર કરવી ખૂબ અઘરી હતી, પણ દેવે નદીને ચમત્કારીક રીતે વહેતી બંધ કરી જેથી તેઓ ચાલીને નદીના પટ પાર કરી શક્યા.

  • બાઈબલમાં યર્દન નદીને મોટેભાગે “યર્દન” તરીકે દર્શાવવામાં આવી છે.

(આ પણ જુઓ: કનાન, ખારો સમુદ્ર, ગાલીલનો સમુદ્ર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • __15:2__વચનની ભૂમિમાં પ્રવેશ કરવા માટે ઈઝરાએલીઓને યર્દન નદી પાર કરવી પડી.
  • __15:3__લોકોએ યર્દન નદી પાર કર્યા પછી, દેવે યહોશુઆને યરીખોના શક્તિશાળી શહેર પર કેવી રીતે હુમલો કરવો તે જણાવ્યું.
  • 19:14 એલિશાએ (નામાનને) પોતે _યર્દન નદી_માં સાત વખત ડૂબકી મારવા કહ્યું.

શબ્દ માહિતી:

  • Strong's: H3383, G2446