gu_tw/bible/names/seaofgalilee.md

2.7 KiB

ગાલીલનો સમુદ્ર, કીન્નેરેથનો સમુદ્ર, ગન્નેસરેતનો સરોવર, તિબેરિયસનો સમુદ્ર

તથ્યો:

“ગાલીલનો સમુદ્ર” પૂર્વ ઈઝરાયેલમાં એક તળાવ છે. જુના કરારમાં, તેને “કીન્નેરેથનો સમુદ્ર” તરીકે ઓળખવામાં આવતો હતો.

  • આ તળાવનું પાણી દક્ષિણમાં યર્દન નદી દ્વારા ખારા સમુદ્ર સુધી વહે છે.
  • નવા કરારના સમય દરમિયાન કફર-નહૂમ, બૈથસૈદા, ગન્નેસરેત અને તિબેરિયસ નગરો ગાલીલના સમુદ્ર કાઠે સ્થાપિત હતાં.
  • ઈસુના જીવનના ઘણાં પ્રસંગો ગાલીલના સમુદ્ર પર અથવા તેની પાસે બન્યા હતાં.
  • ગાલીલના સમુદ્રને “તિબેરિયસનો સમુદ્ર” અને “ગન્નેસરેતના સરોવર” તરીકે પણ ઉલ્લેખવામાં આવતો હતો.
  • આ શબ્દનો અનુવાદ “ગાલીલના પ્રદેશમાનું તળાવ” અથવા “ગાલીલનું તળાવ” અથવા “તિબેરિયસની નજીકનું તળાવ (ગન્નેસરેત)” એમ પણ કરી શકાય.

(અનુવાદ માટેના સૂચનો: નામોની અનુવાદ કેવી રીતે કરવો

(આ પણ જુઓ: કફર-નહૂમ, ગાલીલ, યર્દન નદી, ખારો સમુદ્ર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H3220, H3672, G1056, G1082, G2281, G3041, G5085