gu_tw/bible/names/joshua.md

5.6 KiB

યહોશુઆ

સત્યો:

બાઈબલમાં યહોશુઆ નામનાં ઘણા ઈઝરાએલી માણસો હતા. નૂનનો દીકરો યહોશુઆ એ સૌથી સારી રીતે જાણીતો છે કે જે મૂસાનો મદદગાર હતો, અને જે પાછળથી દેવના લોકોનો એક મહત્વનો આગેવાન બન્યો.

  • યહોશુઆ બાર જાસૂસોમાંનો એક હતો કે જેઓને મૂસાએ વચનની ભૂમિની તપાસ કરવા મોકલ્યા હતા.
  • કાલેબની સાથે, યહોશુઆએ કનાનીઓને હરાવી અને વચનની ભૂમિમાં પ્રવેશ કરવા ઈઝરાએલી લોકોને દેવની આજ્ઞા માનવા માટે વિનંતી કરી.
  • મૂસાના મરણ પછી, ઘણાવર્ષો બાદ,ઈઝરાએલના લોકોને વચનની ભૂમિમાં દોરવા માટે દેવે યહોશુઆની નિમણૂક કરી.
  • કનાનીઓની વિરુદ્ધ પ્રથમ અને સૌથી પ્રખ્યાત યુદ્ધમાં, યહોશુઆએ યરીખોના શહેરને હરાવવા ઈઝરાએલીઓને આગેવાની આપી.
  • જૂના કરારમાંનું યહોશુઆનું પુસ્તક જણાવે છે કે કેવી રીતે યહોશુઆએ વચનની ભૂમિને કબ્જે કરવા ઈઝરાએલીઓને આગેવાની આપી અને કેવી રીતે તેણે ઈઝરાએલના દરેક કુળને રહેવા માટે જમીનનો ભાગ વહેંચી આપ્યો.
  • હાગ્ગાયના પુસ્તકમાં યહોસાદાકના દીકરા યહોશુઆ અને ઝખાર્યાનો ઉલ્લેખ થયેલો છે; તે પ્રમુખ યાજક હતો જેણે યરૂશાલેમની દિવાલો ફરીથી બાંધવા મદદ કરી.
  • બાઈબલમાં બીજી જગ્યાએ અને વંશાવળીમાં યહોશુઆ નામનાં બીજા કેટલાક માણસોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: કનાન, હાગ્ગાય, યરીખો, મૂસા, વચનની ભૂમિ, ઝખાર્યા)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 14:4 જયારે ઈઝરાએલીઓ કનાનની છેડે પહોંચ્યા, ત્યારે મૂસાએ ઈઝરાએલના દરેક કુળમાંથી એક એમ બાર માણસો પસંદ કર્યા. તેણે માણસોને સૂચના આપી કે જાઓ અને જમીનની તપાસ કરો કે તે કેવી છે.
  • 14:6 તરત જ કાલેબ અને યહોશુઆ અને બીજા બે જાસૂસોએ કહ્યું, “તે સાચું છે કે કનાનના લોકો ઊંચા અને મજબૂત છે, પણ આપણે ચોક્કસ તેઓને હરાવી શકીશું!”
  • 14:08 કાલેબ અને યહોશુઆ સિવાય, દરેક કે જે વીસ વર્ષની ઉંમરના અથવા તેનાથી મોટા ત્યાં મૃત્યુ પામશે અને કદી વચનની ભૂમિમાં પ્રવેશ કરશે નહીં.
  • 14:14 મૂસા હવે ખૂબ ઘરડો હતો, જેથી દેવે યહોશુઆ ને લોકોને આગેવાની આપી મદદ માટે પસંદ કર્યો.
  • 14:15 યહોશુઆ સારો આગેવાન હતો કારણકે તેણે દેવની આજ્ઞા પાળી અને દેવ પર ભરોસો રાખ્યો.
  • 15:3 લોકોએ યર્દન નદી પાર કરી પછી, દેવે યહોશુઆ ને યરીખોના શક્તિશાળી શહેર પર કેવી રીતે હુમલો કરવો તે જણાવ્યું.

શબ્દ માહિતી:

  • Strong's: H3091, G2424