gu_tw/bible/names/jericho.md

2.7 KiB

યરીખો

સત્યો:

યરીખો કનાનની ભૂમિમાંનું શક્તિશાળી શહેર હતું. તે યર્દન નદીની પૂર્વે અને ખારા સમુદ્રની ઉત્તરે આવેલું હતું.

  • કનાનીઓની એ કર્યું તેમ, યરીખોના લોકો પણ જૂઠા દેવોની પૂજા કરતા.
  • યરીખો એ કનાનની ભૂમિનું પ્રથમ શહેર હતું કે જેને દેવે ઈઝરાએલીઓને કબ્જે કરવા માટે કહ્યું.
  • જયારે યહોશુઆ યરીખોની વિરુદ્ધ ઈઝરાએલીઓને આગેવાની આપતો હતો, ત્યારે તે શહેરને હરાવવા માટે દેવે મહાન ચમત્કાર કરી તેઓને મદદ કરી.

(આ પણ જુઓ: કનાન, યર્દન નદી, યહોશુઆ, ચમત્કાર, ખારો સમુદ્ર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 15:1 યહોશુઆએ બે જાસૂસોને કનાનીઓના શહેર યરીખો માં મોકલ્યા.
  • 15:3 લોકોએ યર્દન નદી પાર કર્યા પછી, દેવે યહોશુઆને યરીખો ના શક્તિશાળી શહેર ઉપર કેવી રીતે હુમલો કરવો તે કહ્યું.
  • 15:5 ત્યારબાદ યરીખો ની આસપાસની દિવાલો તૂટી પડી. દેવે આજ્ઞા આપી તે પ્રમાણે ઈઝરાએલીઓએ શહેરમાંના સર્વસ્વનો નાશ કર્યો.

શબ્દ માહિતી:

  • Strong's: H3405, G2410