gu_tw/bible/names/joshua.md

40 lines
5.6 KiB
Markdown

# યહોશુઆ
## સત્યો:
બાઈબલમાં યહોશુઆ નામનાં ઘણા ઈઝરાએલી માણસો હતા.
નૂનનો દીકરો યહોશુઆ એ સૌથી સારી રીતે જાણીતો છે કે જે મૂસાનો મદદગાર હતો, અને જે પાછળથી દેવના લોકોનો એક મહત્વનો આગેવાન બન્યો.
* યહોશુઆ બાર જાસૂસોમાંનો એક હતો કે જેઓને મૂસાએ વચનની ભૂમિની તપાસ કરવા મોકલ્યા હતા.
* કાલેબની સાથે, યહોશુઆએ કનાનીઓને હરાવી અને વચનની ભૂમિમાં પ્રવેશ કરવા ઈઝરાએલી લોકોને દેવની આજ્ઞા માનવા માટે વિનંતી કરી.
* મૂસાના મરણ પછી, ઘણાવર્ષો બાદ,ઈઝરાએલના લોકોને વચનની ભૂમિમાં દોરવા માટે દેવે યહોશુઆની નિમણૂક કરી.
* કનાનીઓની વિરુદ્ધ પ્રથમ અને સૌથી પ્રખ્યાત યુદ્ધમાં, યહોશુઆએ યરીખોના શહેરને હરાવવા ઈઝરાએલીઓને આગેવાની આપી.
* જૂના કરારમાંનું યહોશુઆનું પુસ્તક જણાવે છે કે કેવી રીતે યહોશુઆએ વચનની ભૂમિને કબ્જે કરવા ઈઝરાએલીઓને આગેવાની આપી અને કેવી રીતે તેણે ઈઝરાએલના દરેક કુળને રહેવા માટે જમીનનો ભાગ વહેંચી આપ્યો.
* હાગ્ગાયના પુસ્તકમાં યહોસાદાકના દીકરા યહોશુઆ અને ઝખાર્યાનો ઉલ્લેખ થયેલો છે; તે પ્રમુખ યાજક હતો જેણે યરૂશાલેમની દિવાલો ફરીથી બાંધવા મદદ કરી.
* બાઈબલમાં બીજી જગ્યાએ અને વંશાવળીમાં યહોશુઆ નામનાં બીજા કેટલાક માણસોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
(ભાષાંતરના સૂચનો: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [કનાન](../names/canaan.md), [હાગ્ગાય](../names/haggai.md), [યરીખો](../names/jericho.md), [મૂસા](../names/moses.md), [વચનની ભૂમિ](../kt/promisedland.md), [ઝખાર્યા](../names/zechariahot.md))
## બાઈબલની કલમો:
* [1 કાળવૃતાંત 7:25-27](rc://gu/tn/help/1ch/07/25)
* [પુનર્નિયમ 3:21-22](rc://gu/tn/help/deu/03/21)
* [નિર્ગમન 17:8-10](rc://gu/tn/help/exo/17/08)
* [યહોશુઆ 1:1-3](rc://gu/tn/help/jos/01/01)
* [ગણના 27:18-19](rc://gu/tn/help/num/27/18)
## બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
* __[14:4](rc://gu/tn/help/obs/14/04)__ જયારે ઈઝરાએલીઓ કનાનની છેડે પહોંચ્યા, ત્યારે મૂસાએ ઈઝરાએલના દરેક કુળમાંથી એક એમ બાર માણસો પસંદ કર્યા. તેણે માણસોને સૂચના આપી કે જાઓ અને જમીનની તપાસ કરો કે તે કેવી છે.
* __[14:6](rc://gu/tn/help/obs/14/06)__ તરત જ કાલેબ અને __યહોશુઆ__ અને બીજા બે જાસૂસોએ કહ્યું, “તે સાચું છે કે કનાનના લોકો ઊંચા અને મજબૂત છે, પણ આપણે ચોક્કસ તેઓને હરાવી શકીશું!”
* __[14:08](rc://gu/tn/help/obs/14/08)__ કાલેબ અને __યહોશુઆ__ સિવાય, દરેક કે જે વીસ વર્ષની ઉંમરના અથવા તેનાથી મોટા ત્યાં મૃત્યુ પામશે અને કદી વચનની ભૂમિમાં પ્રવેશ કરશે નહીં.
* __[14:14](rc://gu/tn/help/obs/14/14)__ મૂસા હવે ખૂબ ઘરડો હતો, જેથી દેવે __યહોશુઆ__ ને લોકોને આગેવાની આપી મદદ માટે પસંદ કર્યો.
* __[14:15](rc://gu/tn/help/obs/14/15)__ __યહોશુઆ__ સારો આગેવાન હતો કારણકે તેણે દેવની આજ્ઞા પાળી અને દેવ પર ભરોસો રાખ્યો.
* __[15:3](rc://gu/tn/help/obs/15/3)__ લોકોએ યર્દન નદી પાર કરી પછી, દેવે __યહોશુઆ__ ને યરીખોના શક્તિશાળી શહેર પર કેવી રીતે હુમલો કરવો તે જણાવ્યું.
## શબ્દ માહિતી:
* Strong's: H3091, G2424