gu_tw/bible/names/joash.md

2.7 KiB

યોઆશ

સત્યો:

જૂના કરારમાં યોઆશ નામનાં ઘણા માણસો હતા.

  • એક યોઆશ તે ઈઝરાએલીઓને છોડાવનાર ગિદીયોનનો પિતા હતો.
  • બીજો યોઆશ નામનો માણસ યાકૂબના સૌથી નાના પુત્ર બિન્યામીનનો વંશજ હતો.
  • સાત વર્ષની ઉમરે બનેલો યહૂદાનો રાજા યોઆશ સૌથી સારી રીતે જાણીતો હતો.

તે યહૂદાના રાજા અહાઝ્યાનો પુત્ર હતો, કે જેનું ખૂન કરવામાં આવ્યું હતું.

  • જયારે યોઆશ ખૂબ નાનો બાળક હતો, ત્યારે તેની ફોઈએ જ્યાં સુધી તે રાજા બનવા જેટલો પુખ્ત ન થાય ત્યાં સુધી તેને મરવાથી બચાવવા દૂર સંતાડી રાખ્યો.
  • યોઆશ રાજા એક સારો રાજા હતો કે જેણે પહેલેથી દેવની આજ્ઞા પાળી.

પણ તેણે ઉચ્ચ સ્થાનો કાઢી નાખ્યા નહીં, અને ઈઝરાએલીઓએ ફરીથી મૂર્તિઓની ઉપાસના કરવાનું ચાલુ કર્યું.

  • કેટલાક વર્ષો દરમ્યાન જયારે યહોઆશ ઈઝરાએલ પર રાજ કરતો હતો ત્યારે યોઆશે યહૂદા પર રાજ કર્યું.

તેઓ બંને અલગ રાજાઓ હતા.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર

(આ પણ જુઓ: અહાઝ્યા, વેદી, બિન્યામીન, ખોટો દેવ, ગિદીયોન, ઉચ્ચ સ્થાનો, જૂઠો દેવ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H3101, H3135