gu_tw/bible/names/balaam.md

3.0 KiB

બલામ

સત્યો:

જયારે ઈઝરાએલપુત્રોએ મોઆબના ઉત્તરે યર્દન નદી પાસે છાવણી નાંખીને કનાનની ભૂમિમાં પ્રવેશ કરવા તૈયારી હતા, તે સમયે બલામ જે એક મૂર્તિપૂજક પ્રબોધક હતો તેને બાલાક રાજાએ ઈઝરાએલને શ્રાપ આપવા ભાડે રાખ્યો.

  • બલામ પેથોર શહેરથી હતો, કે જે ફ્ર્રાત (યુફ્રેટીસ) નદીની આજુબાજુના પ્રાંતમાં, લગભગ 400 માઈલ મોઆબની ભૂમિથી દૂર આવેલું હતું.
  • મિદ્યાનીઓનો રાજા બાલક ઈઝરાએલીઓની સંખ્યા અને તાકાતથી ભયભીત થઈને તેણે બલામને ઈઝરાએલી લોકોને શ્રાપ દેવા ભાડે રાખ્યો.
  • જયારે બલામ ઈઝરાએલ તરફ મુસાફરી કરી રહ્યો હતો, ત્યારે દેવનો દૂત તેના રસ્તામાં ઊભો રહ્યો, જેથી બલામની ગધેડી અટકી ગઈ.

દેવે ગધેડીને પણ બલામની સાથે બોલવાની ક્ષમતા આપી.

  • દેવે બલામને ઈઝરાએલીઓને શ્રાપ આપવાની મંજુરી નહીં અને તેને બદલે તેઓને આશીર્વાદ આપવાનો હુકમ આપ્યો.
  • તેમ છતાં પછી, બલામે ઈઝરાએલીઓ ઉપર દુષ્ટતા આણી, એટલે કે તેણે જુઠા દેવ બઆલ-પેઓરની આરાધના કરવા ઈઝરાએલીઓને પ્રેર્યા.

(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર

(આ પણ જુઓ: આશીર્વાદ, કનાન, શ્રાપ, ગધેડી, ફ્ર્રાત નદી, યર્દન નદી, મીદ્યાન, મોઆબ, પેઓર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1109, G903