gu_tw/bible/kt/stone.md

3.0 KiB

પથ્થર, પથ્થરો, પથ્થર મારવા

વ્યાખ્યા:

પથ્થર એ નાનો ખડક છે. કોઈકને “પથ્થર” મારવા એટલે કે તે વ્યક્તિ સામે તેને મારી નાંખવાના ઈરાદાથી પથ્થરો અને મોટા ખડકો ફેંકવા. “પથ્થર મારવા” એ એક બનાવ છે કે જેમાં કોઈકને પથ્થરે મારવામાં આવ્યા હોય છે.

  • પ્રાચીન સમયમાં, લોકોને જે ગુનો તેમણે કર્યો હોય તેની શિક્ષા તરીકે પથ્થર વડે મારી નાંખવાની સામાન્ય રીત હતી.
  • ઈશ્વરે ઈઝરાયેલીઓના આગેવાનોને હુકમ આપ્યો હતો કે ચોક્કસ પાપો જેવા કે વ્યભિચારને માટે લોકોને પથ્થરે મારવા.
  • નવા કરારમાં, ઈસુએ વ્યભિચારમાં પકડાયેલ સ્ત્રીને માફ કરી અને લોકોને પથ્થર મારતા અટકાવ્યા.
  • સ્તેફન, કે જે બાઈબલમાં પ્રથમ વ્યક્તિ હતો જેને ઈસુ વિશેની સાક્ષીને કારણે પથ્થરો મારીને મારી નાંખવામાં આવ્યો.
  • લુસ્ત્રા શહેરમાં, પ્રેરિત પાઉલને પથ્થર મારવામાં આવ્યા, પરંતુ તે તેના ઘાઓથી મરણ પામ્યો નહિ.

(આ પણ જુઓ: વ્યભિચાર, કરવું, ગુનો, મરણ, લુસ્ત્રા, સાક્ષી)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H68, H69, H810, H1382, H1496, H1530, H2106, H2672, H2687, H2789, H4676, H4678, H5553, H5601, H5619, H6344, H6443, H6697, H6864, H6872, H7275, H7671, H8068, G2642, G2991, G3034, G3035, G3036, G3037, G4074, G4348, G5586