gu_tw/bible/other/death.md

9.4 KiB

મરી જવું, મૃત્યુ પામે છે, મૃત્યુ પામેલ, મૃત, ઘાતક, મૃત હાલત, મરણ, મરણો, જીવલેણ

વ્યાખ્યા:

આ શબ્દ દૈહિક અને આત્મિક મરણ બંનેને દર્શાવવા માટે વપરાયો છે. દૈહિક (મરણ) રીતે, જયારે વ્યક્તિનું દૈહિક શરીર જીવવાનું બંધ કરે છે તેને દર્શાવે છે. આત્મિક (મરણ) રીતે, જયારે પાપીઓ પોતાના પાપને કારણે પવિત્ર દેવથી અલગ થઈ જાય છે તેને દર્શાવે છે.

1. દૈહિક મરણ

  • “ મરવું” એટલે કે જીવવાનું બંધ થઇ જવું.

મરણ એ દૈહિક જીવનનો અંત છે

  • જયારે વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે તેનો આત્મા શરીરને મૂકીને જાય છે.
  • જયારે આદમ અને હવા એ પાપ કર્યું, ત્યારે દૈહિક મરણ જગતમાં આવ્યું.
  • “મારી નાખવું” અભિવ્યક્તિ કોઈકને મારી નાખવું અથવા ખૂન કરવું, ખાસ કરીને કોઈ રાજા અથવા અન્ય શાસક કોઈકને મારી નાખવા માટે આદેશ આપે છે તેને દર્શાવે છે.

2. આત્મિક મરણ

  • વ્યક્તિનું દેવથી અલગ થવું એ આત્મિક મરણ છે.
  • જયારે આદમે દેવની આજ્ઞાનો અનાદર કર્યો ત્યારે તે આત્મિક રીતે મૃત્યુ પામ્યો.

દેવની સાથેનો તેનો સંબધ તૂટી ગયો હતો. તે લજ્જિત બન્યો અને તેણે દેવથી સંતાવાનો પ્રયાસ કર્યો.

  • આદમના દરેક વંશજ પાપી છે, અને તે આત્મિક રીતે મૃત્યુ પામેલા છે.

જયારે આપણે ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ રાખીએ છીએ ત્યારે દેવ ફરીથી આપણને આત્મિક રીતે જીવંત કરે છે.

ભાષાંતરના સૂચનો:

  • આ શબ્દનું ભાષાંતરના માટે એવો શબ્દ વાપરવો જે પ્રતિદિન વપરાતો, અને કુદરતી શબ્દ હોય અથવા લક્ષ્ય ભાષામાં તેની અભિવ્યકિત મરણ દર્શાવે છે.
  • કેટલીક ભાષાઓમાં, “મરવું” તે જે “જીવિત નથી” તેને વ્યક્ત કરે છે.

“મૃત” શબ્દનું ભાષાંતર, જે “જીવતું નથી” અથવા “જેનામાં જીવ ના હોય તેવું” અથવા “જીવતું નથી,” એમ કરી શકાય છે.

  • ઘણી ભાષાઓમાં મૃત્યુનું વર્ણન કરવા માટે અલંકારિક અભિવ્યક્તિઓનો ઉપયોગ કરવામાં આવે છે, જેવો કે અંગ્રેજીમાં “ગુજરી જવું” શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

છતાંપણ, બાઈબલમાં તેનો સીધો ઉપયોગ કરવો, કે જે બીજી ભાષાઓમાં પણ કરવામાં આવ્યો છે.

  • બાઈબલમાં, મોટેભાગે દૈહિક જીવન અને મૃત્યુને, આત્મિક જીવન અને મૃત્યુ સાથે સરખાવવામાં આવ્યા છે.

ભાષાંતરમાં દૈહિક મરણ અને આત્મિક મરણ બંને માટે એક સમાન શબ્દ અથવા શબ્દસમૂહ વાપરવો તે અગત્યનું છે.

  • કેટલીક ભાષાઓના સંદર્ભમાં કદાચ “આત્મિક મરણ” શબ્દનો ઉપયોગ કરવો જરૂરી હોય છે જેથી અર્થ વધારે સ્પષ્ટ કરી શકાય.

અમુક ભાષાંતરકર્તા “દૈહિક મરણને” આત્મિક મરણના તુલનાના સંદર્ભમાં જણાવી શકે છે.

  • “મૃત્યુ પામેલ” અભિવ્યક્તિ નામવાચક વિશેષણ છે, એ વ્યક્તિઓ મૃત્યુ પામેલ છે તેને દર્શાવે છે. અમુક ભાષાઓ તેને “મૃત્યુ પામેલ લોકો” અથવા “જે લોકોનું મૃત્યુ થઇ ગયું છે” તેવું ભાષાંતર કરે છે. (જુઓ: નામવાચક વિશેષણ
  • “મારી નાખવું” અભિવ્યક્તિનું ભાષાંતર, “મારવું” અથવા “ખૂન” અથવા “મારી નાખી શિક્ષા કરવી” એમ થઇ શકે છે.

(આ પણ જુઓ: માનવું, વિશ્વાસ, જીવન, આત્મા)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 1:11 દેવે આદમને કહ્યું કે તે આ બાગમાંના દરેક ફળ ખાઈ શકે છે, પણ તેણે સારા ભૂંડા જાણવાનું ફળ ખાવું નહીં. જો તે આ વૃક્ષનું ફળ ખાશે, તો તે મરશે.
  • 2:11 પછી તમે મરશો, અને તમારું શરીર ધૂળમાં પાછું મળી જશે.
  • 7:10 પછી ઈસહાક મરણ પામ્યો, અને યાકૂબ અને એસાવે તેને દફ્નાવ્યો.
  • 37:5 ઈસુએ જવાબ આપ્યો, “પુનરુત્થાન તથા જીવન હું છું.”

જે કોઈ મારા પર વિશ્વાસ કરશે તે જોકે મરી જાય તો પણ જીવતો થશે. દરેક જે મારામાં વિશ્વાસ કરશે તે કદી મરશે નહીં.”

  • 40:8 ઈસુએ તેના મૃત્યુ દ્વારા, લોકો માટે દેવની પાસે આવવાનો માર્ગ ખોલ્યો.
  • 43:7 “જોકે ઈસુ મરણ પામ્યા, પણ દેવે તેને મૃત્યુમાંથી ઉઠાડ્યો.
  • 48:2 તેઓએ પાપ કર્યું, તેથી પૃથ્વી ઉપર દરેક બીમાર થશે અને દરેક મરણ પામશે.
  • 50:17 તે (ઈસુ) દરેક આંસુ લૂછી નાખશે અને ત્યાર પછી પીડા, નિરાશા, રડવું, દુષ્ટતા, દુઃખ અથવા મરણ આવશે નહીં.

શબ્દ માહિતી:

  • Strong's: H6, H1478, H1826, H1934, H2491, H4191, H4192, H4193, H4194, H4463, H5038, H5315, H6297, H6757, H7496, H7523, H8045, H8546, H8552, G336, G337, G520, G581, G599, G615, G622, G684, G1634, G1935, G2079, G2253, G2286, G2287, G2288, G2289, G2348, G2837, G2966, G3498, G3499, G3500, G4430, G4880, G4881, G5053, G5054