gu_tw/bible/other/warrior.md

2.7 KiB

સૈનિક, સૈનિકો, યોદ્ધો, યોદ્ધાઓ

તથ્યો:

" યોદ્ધો " અને "સૈનિક"બન્ને શબ્દો સૈન્યમાં લડતા કોઇનો ઉલ્લેખ કરે છે. પરંતુ ત્યાં કેટલાક તફાવતો પણ છે.

  • સામાન્ય રીતે "યોદ્ધો શબ્દ " એક સામાન્ય, વ્યાપક શબ્દ છે જે યુદ્ધમાં હોશિયાર અને હિંમતવાન માણસનો ઉલ્લેખ કરે છે.
  • યહોવાને લાક્ષણિક રીતે "યોદ્ધા" તરીકે વર્ણવવામાં આવે છે.
  • “સૈનિક" શબ્દ વધુ ખાસ રીતે કોઈ ચોક્કસ સૈન્ય સાથે સંબંધિત અથવા કોઈ ચોક્કસ યુદ્ધમાં લડતા હોય તેવો ઉલ્લેખ કરે છે.
  • રોમન સૈનિકો યરૂશાલેમમાં કાયદો અમલમાં મૂકવા અને કેદીને વધ કરવા જેવી ફરજ બજાવવા માટે ત્યાં હતા.

તેઓ ઇસુને વધસ્તંભે જડતાં પહેલાં ઈસુની ચોકી કરતા હતા અને કેટલાકને તેની કબર પર ચોકી રાખવા માટે આદેશ આપવામાં આવ્યો હતો.

  • અનુવાદકર્તાએ "યોદ્ધા" અને "સૈનિક" માટે પ્રોજેક્ટ ભાષામાં બે શબ્દો છે કે જે અર્થ અને ઉપયોગમાં અલગ છે કે નહીં તે વિચારવું જોઇએ.

(આ પણ જુઓ: હિંમત, વધસ્તંભે જડવું, રોમ, કબર)

બાઇબલ સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: , H352, H510, H1368, H1416, H1995, H2389, H2428, H2502, H3715, H4421, H5431, H5971, H6518, H6635, H7273, H7916, G4686, G4753, G4754, G4757, G4758, G4961