gu_tw/bible/kt/crucify.md

5.0 KiB

વધસ્તંભે જડવું, વધસ્તંભે જડી દીધો

વ્યાખ્યા:

“વધસ્તંભે જડવું” તેનો અર્થ, કોઈકને વધસ્તંભ પર જડી અને મહાન દુઃખ ભોગવવા અને મરવા છોડી દઈને સજા કરવી.

  • દોષિત વ્યક્તિને વધસ્તંભે બાંધવામાં અથવા ખીલા દ્વારા જડી દેવામાં આવતો.

વધસ્તંભે જડેલા લોકો લોહી ઓછું થવાથી અથવા ગૂંગળામણથી મૃત્યુ પામતા.

  • પ્રાચીન રોમન સામ્રાજ્યમાં મોટેભાગે આ દેહાંતદંડ પદ્ધતિનો ઉપયોગ જેઓ ભયંકર ગુનેગારો હતા અથવા તેમના સરકારના અધિકારની વિરુદ્ધ બળવો કર્યો હોય તેવા લોકોને સજા કરીને મારી નાખવા માટે ઉપયોગ કરતા હતા.
  • યહૂદી ધાર્મિક આગેવાનોએ રોમન રાજ્યપાલને તેના સિપાઈ દ્વારા ઈસુને વધસ્તંભે જડવા આદેશ આપવા માંગણી કરી.

સિપાઈઓ એ ઈસુને વધસ્તંભે જડ્યો. તેણે ત્યાં છ કલાક પીડા સહન કરી અને પછી તે મૃત્યુ પામ્યો.

ભાષાંતરના સૂચનો:

  • “વધસ્તંભે જડવું: શબ્દનું ભાષાંતર “વધસ્તંભ ઉપર મારી નાખવો” અથવા “ખીલા મારીને વધસ્તંભ દ્વારા મારી નાખવું” એમ કરી શકાય છે.

(આ પણ જુઓ: વધસ્તંભ, રોમ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 39:11 યહૂદી આગેવાનો અને ટોળાએ બૂમો પાડી કે, તેને (ઈસુ)ને વધસ્તંભે જડો!”
  • 39:12 પિલાત ભયભીત થયો કે લોકોનું ટોળું હુલ્લડ શરૂ કરશે, જેથી તેણે તેના સિપાઈઓને ઈસુને વધસ્તંભે જડવા આદેશ આપ્યો, તેણે ઈસુ ખ્રિસ્તના ક્રૂસારોહણમાં મહત્વનો ભાગ ભજવ્યો.
  • 40:1 સિપાઈઓએ ઈસુની મશ્કરી કર્યા પછી, તેઓ તેને વધસ્તંભે જડવા દૂર દોરી ગયા. જેના પર તેનું મૃત્યુ થવાનું હતું તે વધસ્તંભ તેઓએ તેની પાસે ઉંચકાવ્યો.
  • 40:4 ઈસુને બે લૂંટારાઓની વચ્ચે વધસ્તંભે જડ્યો હતો.
  • 43:6 “ઈઝરાએલના માણસો, ઈસુ માણસ હતો કે જેણે દેવના સામર્થ્ય દ્વારા ઘણા શક્તિશાળી ચીહ્નો અને ચમત્કારો કર્યા, જે તમે અગાઉથી જાણો છો અને જોયા છે. તોપણ તમે તેને વધસ્તંભે જડ્યો.”
  • 43:9”તમે આ માણસ, ઈસુને વધસ્તંભે જડી દીધો
  • 44:8 પિતરે તેઓને જવાબ આપ્યો, “આ માણસ જે તમારી આગળ ઊભો છે તે ઈસુ મસીહના સામર્થ્ય દ્વારા સાજો થયો છે. તમે ઈસુને વધસ્તંભે જડ્યો, પણ દેવે તેને ફરીથી સજીવન કર્યો છે!”

શબ્દ માહિતી:

  • Strong's: G388, G4362, G4717, G4957