gu_tw/bible/kt/crucify.md

45 lines
5.0 KiB
Markdown

# વધસ્તંભે જડવું, વધસ્તંભે જડી દીધો
## વ્યાખ્યા:
“વધસ્તંભે જડવું” તેનો અર્થ, કોઈકને વધસ્તંભ પર જડી અને મહાન દુઃખ ભોગવવા અને મરવા છોડી દઈને સજા કરવી.
* દોષિત વ્યક્તિને વધસ્તંભે બાંધવામાં અથવા ખીલા દ્વારા જડી દેવામાં આવતો.
વધસ્તંભે જડેલા લોકો લોહી ઓછું થવાથી અથવા ગૂંગળામણથી મૃત્યુ પામતા.
* પ્રાચીન રોમન સામ્રાજ્યમાં મોટેભાગે આ દેહાંતદંડ પદ્ધતિનો ઉપયોગ જેઓ ભયંકર ગુનેગારો હતા અથવા તેમના સરકારના અધિકારની વિરુદ્ધ બળવો કર્યો હોય તેવા લોકોને સજા કરીને મારી નાખવા માટે ઉપયોગ કરતા હતા.
* યહૂદી ધાર્મિક આગેવાનોએ રોમન રાજ્યપાલને તેના સિપાઈ દ્વારા ઈસુને વધસ્તંભે જડવા આદેશ આપવા માંગણી કરી.
સિપાઈઓ એ ઈસુને વધસ્તંભે જડ્યો.
તેણે ત્યાં છ કલાક પીડા સહન કરી અને પછી તે મૃત્યુ પામ્યો.
## ભાષાંતરના સૂચનો:
* “વધસ્તંભે જડવું: શબ્દનું ભાષાંતર “વધસ્તંભ ઉપર મારી નાખવો” અથવા “ખીલા મારીને વધસ્તંભ દ્વારા મારી નાખવું” એમ કરી શકાય છે.
(આ પણ જુઓ: [વધસ્તંભ](../kt/cross.md), [રોમ](../names/rome.md))
## બાઈબલની કલમો:
* [પ્રેરિતો 2:22-24](rc://gu/tn/help/act/02/22)
* [ગલાતી 2:20-21](rc://gu/tn/help/gal/02/20)
* [લૂક 23:20-22](rc://gu/tn/help/luk/23/20)
* [લૂક 23:33-34](rc://gu/tn/help/luk/23/33)
* [માથ્થી 20:17-19](rc://gu/tn/help/mat/20/17)
* [માથ્થી 27:23-24](rc://gu/tn/help/mat/27/23)
## બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
* __[39:11](rc://gu/tn/help/obs/39/11)__ યહૂદી આગેવાનો અને ટોળાએ બૂમો પાડી કે, તેને (ઈસુ)ને __વધસ્તંભે__ જડો!”
* __[39:12](rc://gu/tn/help/obs/39/12)__ પિલાત ભયભીત થયો કે લોકોનું ટોળું હુલ્લડ શરૂ કરશે, જેથી તેણે તેના સિપાઈઓને ઈસુને __વધસ્તંભે જડવા__ આદેશ આપ્યો, તેણે ઈસુ ખ્રિસ્તના ક્રૂસારોહણમાં મહત્વનો ભાગ ભજવ્યો.
* __[40:1](rc://gu/tn/help/obs/40/01)__ સિપાઈઓએ ઈસુની મશ્કરી કર્યા પછી, તેઓ તેને __વધસ્તંભે જડવા__ દૂર દોરી ગયા. જેના પર તેનું મૃત્યુ થવાનું હતું તે વધસ્તંભ તેઓએ તેની પાસે ઉંચકાવ્યો.
* __[40:4](rc://gu/tn/help/obs/40/04)__ ઈસુને બે લૂંટારાઓની વચ્ચે __વધસ્તંભે__ જડ્યો હતો.
* __[43:6](rc://gu/tn/help/obs/43/06)__ “ઈઝરાએલના માણસો, ઈસુ માણસ હતો કે જેણે દેવના સામર્થ્ય દ્વારા ઘણા શક્તિશાળી ચીહ્નો અને ચમત્કારો કર્યા, જે તમે અગાઉથી જાણો છો અને જોયા છે. તોપણ તમે તેને __વધસ્તંભે__ જડ્યો.”
* __[43:9](rc://gu/tn/help/obs/43/09)__”તમે આ માણસ, ઈસુને __વધસ્તંભે જડી દીધો__
* __[44:8](rc://gu/tn/help/obs/44/08)__ પિતરે તેઓને જવાબ આપ્યો, “આ માણસ જે તમારી આગળ ઊભો છે તે ઈસુ મસીહના સામર્થ્ય દ્વારા સાજો થયો છે. તમે ઈસુને __વધસ્તંભે જડ્યો__, પણ દેવે તેને ફરીથી સજીવન કર્યો છે!”
## શબ્દ માહિતી:
* Strong's: G388, G4362, G4717, G4957