gu_tw/bible/other/courage.md

5.9 KiB

હિંમત, હિંમતવાન, પ્રોત્સાહિત, પ્રોત્સાહન, હિંમત રાખો, નાહિંમત, નાહિંમત થયેલ, નિરાશા, નાહિંમત કરનારું

સત્યો:

“હિંમત” શબ્દ દર્શાવે છે કે, મુશ્કેલ, ડરાવનારું, અથવા ખતરનાક બાબત સામે હિંમતભેર સામનો કરવો.

  • “હિંમતવાન” શબ્દ એવી વ્યક્તિને દર્શાવે છે કે જે ભય લાગતો હોય અથવા છોડી દેવાનું દબાણ હોવા છતાં હિંમત બતાવી સાચી વસ્તુ કરે છે.
  • વ્યક્તિ જયારે ભાવનાત્મક અથવા શારીરિક દુઃખનો સામનો કરે છે ત્યારે તાકાત અને દ્રઢતા સાથે હિંમત દેખાડે છે.
  • “હિંમત રાખો” અભિવ્યક્તિનો અર્થ, “ભયભીત થશો નહીં” અથવા “ખાતરી રાખો કે બધુજ સારું થશે,” એમ થાય છે.”
  • જયારે યહોશુઆ કનાનની ખતરનાક ભૂમિમાં જવા તૈયારી કરી રહ્યો હતો ત્યારે મુસાએ તેને ઉત્સાહ આપ્યો કે “બળવાન તથા હિંમતવાન થા.”
  • “હિંમતવાન” શબ્દનું ભાષાંતર, “નીડર” અથવા “ભયભીત ન થાય તેવું” અથવા “સાહસિક” તરીકે પણ કરી શકાય છે.
  • સંદર્ભ પર આધાર રાખીને, “હિંમત હોવી” શબ્દનું ભાષાંતર, “ભાવનાત્મક રીતે બળવાન રહો” અથવા “આત્મવિશ્વાસુ રહો” અથવા “દૃઢ ઉભા રહો,” એમ કરી શકાય છે.
  • “હિંમત સાથે બોલવું” તેનું ભાષાંતર, “હિંમતભેર બોલો” અથવા “ડર રાખ્યા વગર બોલવું” અથવા “આત્મવિશ્વાસથી બોલવું,” તરીકે કરી શકાય છે.

“પ્રોત્સાહિત કરવું” અને “પ્રોત્સાહન” શબ્દો દર્શાવે છે કે, કોઈકને દિલાસો, આશા, આત્મવિશ્વાસ, અને હિંમત આપવા માટે કંઇક કહેવું અથવા કરવું.

  • તેના જેવો સમાન શબ્દ, “ઉત્તેજન” છે, જેનો અર્થ જે પ્રવૃત્તિ ખોટી છે તેને નકારવી અને તેને બદલે વસ્તુઓ કે જે સારી અને સાચી છે તે કરવા કોઈને અરજ કરવી.
  • પાઉલ પ્રેરિત અને નવાકરારના અન્ય લેખકોએ ખ્રિસ્તીઓને એકબીજાને પ્રેમ કરવા માટે પ્રોત્સાહિત અને બીજાઓની સેવા કરવા માટે શીખવ્યું છે.

“નાહિંમત” શબ્દ એવી બાબતને દર્શાવે છે કે જે કહેવાથી કે કરવાથી લોકોની આશા, આત્મવિશ્વાસ, અને હિંમત ગુમાવી દે, જેથી તેઓએ જે કરવું જોઈએ તે કરવા માટે તેઓ પાસે ઓછી ઉત્તેજના રહે.

ભાષાંતરના સૂચનો

  • સંદર્ભ પર આધાર રાખીને, “પ્રોત્સહિત” શબ્દના ભાષાંતરમાં, “અરજ” અથવા “દિલાસો” અથવા “માયાળુ વસ્તુઓ કહેવી” અથવા “મદદ અને સમર્થન” જેવા શબ્દોનો સમાવેશ કરી શકાય છે.
  • “પ્રોત્સાહનના શબ્દો કહેવા” શબ્દ સમૂહનો અર્થ, “એવી બાબતો કહેવી કે જેથી બીજા લોકોને પ્રેમ, સ્વીકૃતી, અને સશક્તિકરણનો અનુભવ થાય.

(આ પણ જુઓ: આત્મવિશ્વાસ, ઉત્તેજન, ભય, તાકાત)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H533, H553, H1368, H2388, H2388, H2428, H3820, H3824, H7307, G2114, G2115, G2174, G2292, G2293, G2294, G3870, G3874, G3954, G4389, G4837, G5111