gu_tw/bible/other/trample.md

2.7 KiB

પગ તળે કચડવું, કચડે છે, કચડયો, કચડી નાખે

વ્યાખ્યા:

"કચડી નાખવું" નો અર્થ એ થાય કે કશા પર પગ મૂકવો અને તેને પગથી કચડવું. બાઇબલમાં આ શબ્દનો અલંકારિક રીતે અર્થ થાય છે "નાશ કરવો" અથવા "હાર" અથવા "અપમાનિત કરવું".

  • “કચડી નાખે” નું ઉદાહરણ, ખેતરમાં ચાલતા લોકોના પગ તળે ઘાસ કચડાતું હોય છે.
  • પ્રાચીન સમયમાં, કેટલીકવાર દ્રાક્ષમાંથી કચડી નાખીને તેનો રસ કાઢીને દ્રાક્ષારસ બનાવવામાં આવતો હતો.
  • કેટલીક વખત "કચડી નાખવું" શબ્દનો અલંકારિક અર્થ એ છે કે "અપમાનથી શિક્ષા કરવી", ખળામાં કાદવ કચડવામાં આવે છે એની સાથે સરખામણી કરવામાં આવે છે.

"* કચડી નાખવાં" શબ્દનો અલંકારિક અર્થ એ હતો કે કઈ રીતે યહોવા પોતાના ઇસ્રાએલી લોકોને તેમના અભિમાન અને બળવા માટે સજા કરશે.

  • "કચડવું" નું અન્ય રીતે ભાષાંતર કરી શકાય છે, તેમાં "પગથી ચગદી નાખવું" અથવા "પગથી પછાડવું અને ચગદવું " અથવા "ઠંડું પાડવું" અને "જમીનદોસ્ત કરવું" અથવા "તોડવું."

સંદર્ભને આધારે, આ શબ્દનો અનુવાદ પણ થઇ શકે છે.

)આ પણ જુઓ: દ્રાક્ષ, અપમાન, શિક્ષા,બળવાખોર, કણસલામાંથી દાણા કાઢવા માટે ઝૂડવું, દ્રાક્ષારસ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H947, H1758, H1869, H4001, H4823, H7429, H7512, G2662, G3961