gu_tw/bible/other/rebuke.md

2.4 KiB

ઠપકો આપવો, ઠપકો આપે છે, ઠપકો આપ્યો

વ્યાખ્યા:

ઠપકો આપવો એટલે કોઈને સખત શબ્દોમાં સુધરવા કહેવું અને તે મોટા ભાગે તે વ્યક્તિને પાપથી પાછા ફરવા મદદ કરવાના આશયથી આપવામાં આવે છે. આ પ્રકારનો સુધારો ઠપકો કહેવાય છે.

  • જ્યારે અન્ય વિશ્વાસીઓ સ્પષ્ટ રીતે ઈશ્વરની આજ્ઞાઓ ન માને ત્યારે તેઓને ઠપકો આપવા નવો કરાર ખ્રિસ્તીઓને આજ્ઞા કરે છે.
  • જ્યારે તેઓના બાળકો અનાજ્ઞાંકિત હોય ત્યારે, તેઓને ઠપકો આપવા નીતિવચનોનું પુસ્તક માતપિતાઓને બોધ કરે છે.
  • લાક્ષણિક રીતે ઠપકો જેઓએ ખોટું કર્યું છે તેઓને પાપમાં વધારે સંડોવાથી રોકવા આપવામાં આવે છે.
  • તેનો અનુવાદ “સખત સુધાર” અથવા તો “બોધ” તરીકે કરી શકાય.
  • “એક ઠપકો” શબ્દસમૂહનો અનુવાદ “એક સખત સુધાર” અથવા તો “એક સખત ટીકા” તરીકે કરી શકાય.
  • “ઠપકો આપ્યા વગર” નો અનુવાદ “બોધ આપ્યા વગર” અથવા તો “ટીકા કર્યા વગર” તરીકે કરી શકાય.

(આ પણ જૂઓ: બોધ આપવો, આજ્ઞા ન પાળવી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H1605, H1606, H2778, H2781, H3198, H4045, H4148, H8156, H8433, G298, G299, G1649, G1651, G1969, G2008, G3679