gu_tw/bible/other/perverse.md

3.9 KiB

આડો, કુટિલ, આડાઈથી, આડાઈ, કુટિલતાઓ, અવળાઈઓ, વિકૃત કરવું, આડા વ્યક્તિઓ, વિકૃત, વિપરીત જતું

વ્યાખ્યા:

“આડો” શબ્દનો ઉપયોગ નૈતિક રીતે કુટિલ અથવા તો વિકૃત એવા વ્યક્તિ કે વ્યવહારને દર્શાવવા માટે થાય છે. “આડાઈથી” શબ્દનો અર્થ “આડી રીતે” એવો થાય છે. કોઈ બાબતને “વિકૃત કરવી” નો અર્થ થાય છે તેને મરોળવી અથવા તો જે સાચું અને સારું છે તેનાથી દૂર લઈ જવી.

  • કોઈક વ્યક્તિ કે વસ્તુ જે આડી છે તે જે સાચું અને સારું છે તેનાથી વિચલિત થઈ ગઈ છે.
  • બાઇબલમાં, ઇઝરાયલીઓએ જ્યારે ઈશ્વરની આજ્ઞાઓ ન માની ત્યારે તેઓ આડાઈથી વર્ત્યા.

તેઓએ જૂઠા દેવોની પૂજા કરીને આવું ઘણી વાર કર્યું હતું.

  • ઈશ્વરના ધોરણો અને વ્યવહારની વિરુદ્ધનું કોઈ પણ કામ આડાઈ ગણાય છે.
  • “આડાઈ” નો અનુવાદ સંદર્ભ અનુસાર “નૈતિક રીતે વિકૃત” અથવા તો “અનૈતિક” અથવા તો “ઈશ્વરના સીધા માર્ગેથી દૂર જવું” તરીકે કરી શકાય.
  • “આડી વાણી” નો અનુવાદ “દુષ્ટ રીતે બોલવું” અથવા તો “કપટી વાત” અથવા તો “અનૈતિક રીતે બોલવું” તરીકે કરી શકાય.
  • “આડા લોકો” ને “અનૈતિક લોકો” અથવા તો “નૈતિક રીતે વિચલિત લોકો” અથવા તો “ઈશ્વરની આજ્ઞાઓ સતત ન પાળનારા લોકો” તરીકે વર્ણવી શકાય.
  • “આડી રીતે વર્તવું” નો અનુવાદ “દુષ્ટ રીતે વ્યવહાર કરવો” અથવા તો “ઈશ્વરની આજ્ઞાઓ વિરુદ્ધની બાબતો કરવી” અથવા તો “ઈશ્વરનું શિક્ષણ નકારતી રીતે જીવવું” તરીકે કરી શકાય.
  • “વિકૃત કરવું” શબ્દનો અનુવાદ “ભ્રષ્ટ કરવું” અથવા તો “કોઈ બાબતને દુષ્ટ બનાવવી” તરીકે પણ કરી શકાય.

(આ પણ જૂઓ: ભ્રષ્ટ, છેતરવું, આજ્ઞા ન પાળવી, દુષ્ટ, બદલવું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H1942, H2015, H3399, H3868, H3891, H4297, H5186, H5557, H5558, H5753, H5766, H5773, H5791, H5999, H6140, H6141, H8138, H8397, H8419, G654, G1294, G3344, G3859