gu_tw/bible/other/oath.md

4.6 KiB

શપથ, સમ ખાવા, સમ ખાય છે, સમ ખાતું, ના સમ ખાવા, ના સમ ખાય છે

વ્યાખ્યા:

બાઇબલમાં, શપથ એ કંઇક કરવાનું ઔપચારિક વચન છે. શપથ લેનાર વ્યક્તિએ તે વચનને પૂરું કરવું જરૂરી હોય છે. શપથમાં વિશ્વાસુ અને સાચા હોવાનું સમર્પણ સમાયેલું હોય છે.

  • કાનૂની અદાલતમાં, એક સાક્ષી ઘણી વાર શપથ લે છે જેમાં તે સાચું અને વાસ્તવિક બોલવાનું વચન આપે છે.
  • બાઇબલમાં, “સમ ખાવા” નો અર્થ શપથ લેવા એવો છે.
  • “ના સમ ખાવા” શબ્દનો અર્થ કોઈક વસ્તુ કે વ્યક્તિના નામનો ઉપયોગ આધાર અથવા તો શક્તિ તરીકે કરવો એમ થાય છે કે જેના પર શપથ આધારિત છે.
  • ઘણી વાર આ શબ્દો સાથે વપરાય છે, જેમ કે “પ્રતિજ્ઞાના શપથ લેવા”.
  • જ્યારે ઇબ્રાહિમ અને અબીમેલેખે એક કૂવાના ઉપયોગ સંબંધી કરાર કર્યો ત્યારે તેમણે સમ ખાધા હતા.
  • ઇબ્રાહિમે તેના દાસને સમ ખવડાવ્યા (ઔપચારિક વચન લીધું) કે તે ઇબ્રાહિમના સગાંઓમાંથી ઇસહાક માટે પત્ની શોધશે.
  • ઈશ્વરે પણ શપથ લીધા કે જેમાં તેઓએ તેમના લોકોને વચનો આપ્યાં.
  • અંગ્રેજી શબ્દ “સ્વેર”નો આધુનિક અર્થ “ગંદી ભાષા બોલવી” એવો થાય છે.

બાઇબલમાં તેનો અર્થ આવો નથી.

અનુવાદ માટેના સૂચનો:

  • સંદર્ભ અનુસાર, “શપથ” નો અનુવાદ “પ્રતિજ્ઞા” અથવા તો “ગંભીર વચન” તરીકે પણ કરી શકાય.
  • “સમ ખાવા” નો અનુવાદ “ઔપચારિક રીતે વચન આપવું” અથવા તો “પ્રતિજ્ઞા” લેવી અથવા તો “કશુંક કરવાનું સમર્પણ કરવું” તરીકે કરી શકાય.
  • “મારા નામમાં સમ ખાવા” ના બીજા અનુવાદો કરવામાં “શપથની પુષ્ટિ કરવા મારું નામ લઈને વચન આપવું” નો સમાવેશ થઇ શકે છે.
  • “સ્વર્ગ અને પૃથ્વીના સમ ખાવા” નો અનુવાદ “કશુંક કરવા વચન આપવું કે જેની પુષ્ટિ સ્વર્ગ તથા પૃથ્વી કરશે” એ રીતે પણ કરી શકાય.
  • ધ્યાન રાખો કે “સમ” તથા “શપથ” નો અનુવાદ ગાળો બોલવાનો ઉલ્લેખ ન કરે.

બાઇબલમાં તેઓનો અર્થ એવો થતો નથી.

(આ પણ જૂઓ: અબીમેલેખ, કરાર, પ્રતિજ્ઞા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H422, H423, H3027, H5375, H7621, H7650, G332, G3660, G3727, G3728