gu_tw/bible/other/learnedmen.md

2.6 KiB

વિદ્વાન માણસ, જ્યોતિષીઓ

વ્યાખ્યા:

માથ્થીના પુસ્તકમાં ખ્રિસ્તના જન્મમાં, "વિદ્વાન" અથવા "શિક્ષિત" માણસો "જ્ઞાની પુરુષો" હતા જેઓ ઈસુ પાસે તેમના જન્મના થોડા સામ્ય પછી યરૂશાલેમમાં ભેટો લાવ્યા હતા. તેઓ કદાચ "જ્યોતિષીઓ" હોય શકે, એવા લોકો કે જેઓ તારાઓનો અભ્યાસ કરતાં હોય.

  • આ માણસો ઈઝરાયેલની પૂર્વથી ઘણે દૂર દેશથી મુસાફરી કરી આવ્યા હતા.

તેઓ ક્યાથી આવ્યા હતા અથવા તેઓ કોણ હતા તેની સ્પષ્ટ જાણકારી નથી. પરંતુ તેઓ ચોક્કસ વિદ્વાન હતા જેઓએ તારાઓનો અભ્યાસ કર્યો હતો.

  • તેઓ કદાચ દાનિયેલના સમયના બાબીલીઓના રાજાનિ સેવા કરતાં જ્ઞાની માણસોના વંશજો હોઈ શકે અને તેઓ તારાઓનો અભ્યાસ અને સ્વપ્નોનો ખુલાસો કરવાનો સમાવેશ કરીને ઘણી બાબતોમાં તાલિમબદ્ધ હતા.
  • તેઓ ઈસુ માટે ત્રણ ભેટો લાવ્યા તેને કારણે ત્યાં ત્રણ જ્ઞાની માણસો અથવા વિદ્વાન માણસો હતા એમ પરંપરાગત રીતે એ કહેવામાં આવ્યું છે.

જો કે, બાઇબલ કંઈ કહેતું નથી કે ત્યાં કેટલા લોકો હતા.

(આ પણ જુઓ: બાબીલોન, બેથલેહેમ, દાનિયેલ)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H1505, G3097