gu_tw/bible/other/goat.md

3.7 KiB

બકરી, બકરાં, બકરાની ચામડી, બલિનો બકરો, બકરીનું બચ્ચું

વ્યાખ્યા:

બકરી એ મધ્યમ કદનું, ચાર પગોવાળું પ્રાણી છે કે જે ઘેટાં સમાન હોય છે, અને પ્રાથમિક રીતે તેના દૂધ અને માંસ માટે ઉછેરવામાં આવે છે. બકરીના નાના બચ્ચાને “લવારું” કહેવામાં આવે છે.

  • ઘેટાંની જેમ, બકરાં પણ ખાસ કરીને, પાસ્ખાના સમય પર બલિદાન માટેના અગત્યના પ્રાણીઓ હતા.
  • જોકે બકરાં અને ઘેટાં સરખા હોઈ શકે છે, આ રીતે તેઓ ભિન્ન છે:
  • બકરાંને બરછટ વાળ હોય છે; ઘેટાને ઊન હોય છે.
  • બકરાંની પૂંછડી ઉભી રહે છે; ઘેટાની પૂંછડી નીચે લટકે છે.
  • ખાસ કરીને ઘેટાં તેઓના ટોળા સાથે રહેવાનું પસંદ છે, પણ બકરાં વધુ સ્વતંત્ર અને તેઓના ટોળાથી દૂર ભટકવાનું વલણ દર્શાવતા હોય છે.
  • બાઈબલમાં, મોટેભાગે બકરાં એ ઈઝરાએલમાં દૂધ માટેનો મુખ્ય સ્ત્રોત હતા.
  • બકરાના ચામડાને તંબુને ઢાંકવા માટે અને દ્રાક્ષારસ ભરવા માટે મશકો બનાવવા માટે વાપરવામાં આવતા હતા.
  • જૂના અને નવા કરાર બન્નેમાં, કદાચ જેઓ બકરા કાળજી રાખે છે તેનાથી દૂર જવાના ભટકવાના વલણને કારણે બકરાને અન્યાયી લોકોના પ્રતિક તરીકે વાપરવામાં આવ્યા હતા.
  • ઈઝરાએલીઓ પણ બકરાને પાપના સાંકેતિક વાહક તરીકે વાપરતા.

જયારે એક બકરાનું બલિદાન આપવામાં આવતું હતું, ત્યારે યાજક બીજા બકરા પર પોતાના હાથો મૂકતો, તે બકરાને લોકોના પાપોને વહન કરી લઈ લેવાના પ્રતિકરૂપે રણમાં મોકલી દેવામાં આવતો આવતો.

(આ પણ જુઓ: ટોળું, બલિદાન, ઘેટું, ન્યાયી, દ્રાક્ષારસ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H689, H1423, H1429, H1601, H3277, H3629, H5795, H5796, H6260, H6629, H6842, H6939, H7716, H8163, H8166, H8495, G122, G2055, G2056, G5131