gu_tw/bible/names/macedonia.md

2.5 KiB

મકદોનિયા

તથ્યો:

નવા કરારના સમયમાં, મકદોનિયા પ્રાચીન ગ્રીસ દેશની ઉત્તરે આવેલો એક રોમન પ્રાંત હતો.

  • બાઇબલમાં બતાવેલા મકદોનિયા પ્રાંતના કેટલાક અગત્યના શહેરોમાં બેરિયા, ફિલિપી અને થેસ્સલોનિકા હતા.
  • ઈશ્વરે પાઉલને એક દર્શન દ્વારા મકદોનિયાના લોકોને સુવાર્તા આપવા કહ્યું હતું.
  • પાઉલ અને તેના સાથી કાર્યકરો મકદોનિયા ગયા અને ત્યાં લોકોને ઈસુ વિષે શીખવ્યું તથા નવા વિશ્વાસીઓને તેમના વિશ્વાસમાં વૃદ્ધિ પામવા મદદ કરી.
  • બાઇબલમાં પાઉલે લખેલા એવા પત્રો છે કે જેઓને તેણે મકદોનિયા પ્રાંતના ફિલિપી શહેર તથા થેસ્સલોનિકા શહેરના વિશ્વાસીઓને લખ્યા હતા.

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

(આ પણ જૂઓ: વિશ્વાસ કરવો, બેરિયા, વિશ્વાસ, સુવાર્તા, ગ્રીસ, ફિલિપી, થેસ્સલોનિકા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: G3109, G3110