gu_tw/bible/names/macedonia.md

28 lines
2.5 KiB
Markdown

# મકદોનિયા
## તથ્યો:
નવા કરારના સમયમાં, મકદોનિયા પ્રાચીન ગ્રીસ દેશની ઉત્તરે આવેલો એક રોમન પ્રાંત હતો.
* બાઇબલમાં બતાવેલા મકદોનિયા પ્રાંતના કેટલાક અગત્યના શહેરોમાં બેરિયા, ફિલિપી અને થેસ્સલોનિકા હતા.
* ઈશ્વરે પાઉલને એક દર્શન દ્વારા મકદોનિયાના લોકોને સુવાર્તા આપવા કહ્યું હતું.
* પાઉલ અને તેના સાથી કાર્યકરો મકદોનિયા ગયા અને ત્યાં લોકોને ઈસુ વિષે શીખવ્યું તથા નવા વિશ્વાસીઓને તેમના વિશ્વાસમાં વૃદ્ધિ પામવા મદદ કરી.
* બાઇબલમાં પાઉલે લખેલા એવા પત્રો છે કે જેઓને તેણે મકદોનિયા પ્રાંતના ફિલિપી શહેર તથા થેસ્સલોનિકા શહેરના વિશ્વાસીઓને લખ્યા હતા.
(અનુવાદ માટેના સૂચનો: [નામોનો અનુવાદ કેવી રીતે કરવો](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જૂઓ: [વિશ્વાસ કરવો](../kt/believe.md), [બેરિયા](../names/berea.md), [વિશ્વાસ](../kt/faith.md), [સુવાર્તા](../kt/goodnews.md), [ગ્રીસ](../names/greece.md), [ફિલિપી](../names/philippi.md), [થેસ્સલોનિકા](../names/thessalonica.md))
## બાઇબલના સંદર્ભો:
* [1 થેસ્સલોનિકી 1:6-7](rc://gu/tn/help/1th/01/06)
* [1 થેસ્સલોનિકી 4:9-12](rc://gu/tn/help/1th/04/09)
* [1 તિમોથી 1:3-4](rc://gu/tn/help/1ti/01/03)
* [પ્રેરિતોના કૃત્યો 16:9-10](rc://gu/tn/help/act/16/09)
* [પ્રેરિતોના કૃત્યો 20:1-3](rc://gu/tn/help/act/20/01)
* [ફિલિપી 4:14-17](rc://gu/tn/help/php/04/14)
## શબ્દ માહિતી:
* Strong's: G3109, G3110