gu_tw/bible/names/lazarus.md

3.9 KiB

લાજરસ

તથ્યો:

લાજરસ અને તેની બહેનો માર્થા અને મરિયમ, ઈસુના ખાસ મિત્રો હતા. ઈસુ ઘણીવાર બેથાનિયામાં તેઓના ઘરે રોકાતા હતા.

  • લાજરસ એ તથ્યને લીધે પ્રચલિત હતો કે કબરમાં તેને અનેક દિવસોથી દફનાવવામાં આવ્યો પછી ઈસુએ તેને મરણમાથી ઉઠાડ્યો હતો.
  • યહૂદી આગેવાનો ઈસુથી ગુસ્સે હતા અને ઈર્ષા કરતાં હતા કે તેમણે આ ચમત્કાર કર્યો હતો, અને તેઓ ઈસુ અને લાજરસ બંનેને મારી નાંખવાનો લાગ શોધતા હતા.
  • ઈસુએ એક ભિખારી અને ધનવાન માણસનું દ્રષ્ટાંત કહ્યું જેમાં ભિખારીનું નામ "લાજરસ" હતું.

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)

(આ પણ જુઓ: માગવું, યહૂદી આગેવાનો, માર્થા, મરિયમ, ઊઠવું)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:

  • 37:1 એક દિવસ, ઈસુને સંદેશો મળ્યો કે લાજરસ ઘણો બીમાર હતો. લાજરસ અને તેની બે બહેનો, માર્થા અને મરિયમ, ઈસુના નજીકના મિત્રો હતા.
  • 37:2 ઈસુએ કહ્યું, "આપનો મિત્ર લાજરસ ઊંઘી ગયો છે, અને હું તેને ઉઠાડીશ."
  • 37:3 ઈસુના શિષ્યોએ જવાબ આપ્યો, "માલિક, જો લાજરસ સૂઈ ગયો છે તો, તે સાજો થશે."

પછી ઈસુએ તેઓને સ્પષ્ટ કહ્યું, "લાજરસ મરી ગયો છે."

  • 37:4 જેવાયએઆરઇ ઈસુ આવી પહોંચ્યા લાજરસના વતનમાં ત્યારે, લાજરસ ને મર્યા ચાર દિવસ થઈ ગયા હતા.
  • 37:6 ઈસુએ તેઓને પૂછ્યું, "તમે ક્યાં મૂક્યો છે લાજરસને?"
  • 37:9 પછી ઈસુએ બૂમ પાડી, "લાજરસ, બહાર આવ!"
  • 37:10 તેથી લાજરસ બહાર આવ્યો!

તે હજુ સુધી કફનથી વીંટળાયેલો હતો.

  • 37:11 પરંતુ યહુદીઓના ધાર્મિક આગેવાનો ઈર્ષાળુ બન્યા, તેથી તેઓ ભેગા થયા એ યોજના કરવા કે કેવી રીતે તેઓ ઈસુ અને લાજરસને મારી નાખે.

શબ્દ માહિતી:

  • Strong's: G2976