gu_tw/bible/other/raise.md

9.2 KiB

ઉઠાડવું, ઉઠાડે છે, ઉઠાડ્યા, ઊઠવું, ઊઠેલું, ઊઠવું, ઉઠ્યો

વ્યાખ્યા:

ઉઠાડવું, ઉપર ઉઠાડવું સામાન્ય રીતે, “ઉઠાડવું” શબ્દનો અર્થ “ઉપર ઊચકવું” અથવા તો “ઊંચું કરવું” એવો થાય છે.

  • પ્રતિકાત્મક શબ્દસમૂહ “ઉપર ઉઠાડવું” નો અર્થ કોઈક બાબત જીવંત થાય અથવા તો દ્રશ્યમાન થાય તેમ કરવું એવો થાય છે.

તેનો અર્થ કોઈ વ્યક્તિને કશુંક કરવા નિયુક્ત કરવું એવો પણ થઈ શકે છે.

  • કેટલીક વાર “ઉપર ઉઠાડવું” નો અર્થ “પુનઃસ્થાપતિ કરવું” અથવા તો “પુનઃનિર્માણ કરવું” એવો થાય છે.
  • “મરેલાઓમાંથી ઉઠાડવું” શબ્દસમૂહમાં “ઉઠાડવું” નો ખાસ અર્થ રહેલો છે.

તેનો અર્થ એક મૃત વ્યક્તિને ફરીથી જીવિત કરવી એવો થાય છે.

  • કેટલીક વાર “ઉપર ઉઠાડવું” નો અર્થ કોઈ વ્યક્તિ કે બાબતને સન્માનિત કરવી એવો થાય છે.

ઊઠવું, બેઠા થવું “ઊઠવું” નો અર્થ “ઉપર જવું” અથવા તો “બેઠા થવું” એવો થાય છે. “ઉઠેલા” અને “ઉઠ્યા” શબ્દો ભૂતકાળની ક્રિયા દર્શાવે છે.

  • જ્યારે કોઈ વ્યક્તિ ક્યાંક જવા ઊઠે છે ત્યારે, તેને કેટલીક વાર “તે ઉઠ્યો અને ગયો” એવી રીતે વ્યક્ત કરવામાં આવે છે.
  • જો કોઈ બાબત “ઊઠે છે” તો તેનો અર્થ તે બાબત “થાય છે” અથવા તો “થવાની શરૂઆત થાય છે” એવો થાય છે.
  • ઈસુએ ભવિષ્યવચન કરેલું કે તેઓ “મરેલાઓમાંથી ઉઠશે”.

ઈસુના મરણના ત્રણ દિવસ બાદ, દૂતે કહ્યું હતું કે, “તેઓ ઉઠ્યા છે!”

અનુવાદ માટેના સૂચનો:

  • “ઊઠવું” અથવા તો “ઉપર ઊઠવું” શબ્દોનો અનુવાદ “ઉપર ઉઠાવવું” અથવા તો “ઊંચું કરવું” તરીકે કરી શકાય.
  • “ઊંચું કરવું” નો અનુવાદ “દ્રશ્યમાન થાય તેવું કરવું” અથવા તો “નિયુક્ત કરવું” અથવા તો “અસ્તિત્વમાં લાવવું” તરીકે પણ થઈ શકે.
  • “તમારા શત્રુઓનું બળ વધારવું” નો અનુવાદ “તમારા શત્રુઓ બળવાન થાય તેવું કરવું” તે રીતે કરી શકાય.
  • “કોઈ વ્યક્તિને મરેલાઓમાંથી ઉઠાડવું” શબ્દસમૂહનો અનુવાદ “કોઈ વ્યક્તિ મરણમાંથી જીવનમાં પાછી ફરે તેવું કરવું” અથવા તો “કોઈ વ્યક્તિ જીવનમાં પાછી આવે તેવું કરવું” તે રીતે કરી શકાય.
  • સંદર્ભ અનુસાર, “ઉપર ઉઠાડવું” નો અનુવાદ “પૂરું પાડવું” અથવા તો “નિયુક્ત કરવું” અથવા તો “કશું મળે તેવું કરવું” અથવા તો “બાંધવું” અથવા તો “પુનઃનિર્માણ કરવું” અથવા તો “સમારવું” તરીકે પણ થઈ શકે.
  • “ઉઠ્યો અને ગયો” શબ્દસમૂહનો અનુવાદ “ઊભો થયો અને ગયો” અથવા તો “ગયો” તરીકે કરી શકાય.
  • સંદર્ભ અનુસાર, “ઉઠ્યો” નો અનુવાદ “શરૂ કર્યું” અથવા તો “શરૂઆત કરી” અથવા તો “ઉઠ્યો” અથવા તો “ઊભો થયો” તરીકે પણ કરી શકાય.

(આ પણ જૂઓ: જીવનોત્થાન, નિયુક્ત કરવું, સન્માનિત કરવું)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 21:14 પ્રબોધકોએ ભવિષ્યવચન કહ્યું કે મસીહા મરણ પામશે અને ઈશ્વર તેઓને મરેલાઓમાંથી ઉઠાડશે.
  • 41:5 “ઈસુ અહીં નથી. જેમ તેઓએ કહ્યું હતું તેમ, તેઓ મરેલાઓમાંથી ઉઠ્યા છે!”
  • 43:7 “જોકે ઈસુ મૃત્યુ પામ્યા તો પણ, ઈશ્વરે તેઓને મરેલાઓમાંથી ઉઠાડ્યા. આ બાબત તે પ્રબોધવાણીને પરિપૂર્ણ કરે છે જે કહે છે કે, ‘તમે તમારા પવિત્ર વ્યક્તિને કબરમાં સડવા નહીં દો’. અમે તે હકીકતના સાક્ષીઓ છીએ કે ઈશ્વરે ઈસુને જીવનમાં ઉઠાડ્યા.”
  • 44:5 “તમે જીવનના માલિકની હત્યા કરી, પણ ઈશ્વરે તેઓને મરેલાઓમાંથી ઉઠાડ્યા.”
  • 44:8 પિતરે તેઓને જવાબ આપ્યો, “આ માણસ તમારી સમક્ષ ઈસુ મસીહાના સામર્થથી સાજો થઈને ઊભો છે. તમે ઈસુને વધસ્થંભે જડાવ્યા, પણ ઈશ્વરે તેમને જીવનમાં ઉઠાડ્યા!”
  • 48:4 તેઓ અર્થ એ થયો કે શેતાન મસીહને મારશે, પણ ઈશ્વર તેઓને જીવનમાં ઉઠાડશે અને પછી મસીહા શેતાનના સામર્થને સદાકાળને માટે કચડી નાખશે.
  • 49:2 તેઓ (ઈસુ) પાણી પર ચાલ્યા, તોફાનોને શાંત કર્યા, ઘણા બીમારોને સાજા કર્યા, દુષ્ટાત્માઓને કાઢ્યા, મરેલાઓને જીવનમાં ઉઠાડ્યા અને પાંચ રોટલી તથા બે નાની માછલીઓને 5000 લોકો માટે પૂરતો ખોરાક બનાવી નાખ્યા.
  • 49:12 તમારે વિશ્વાસ કરવો જ જોઈએ કે ઈસુ ઈશ્વરના પુત્ર છે, તેઓ તમારે બદલે વધસ્તંભ પર મરણ પામ્યા અને ઈશ્વરે તેમને પાછા જીવનમાં ઉઠાડ્યા.

શબ્દ માહિતી:

  • Strong's: H2210, H2224, H5549, H5782, H5927, H5975, H6209, H6965, H6966, H6974, H7613, H7721, G305, G386, G393, G450, G1096, G1326, G1453, G1525, G1817, G1825, G1892, G1999, G4891