gu_tw/bible/names/johntheapostle.md

4.7 KiB

યોહાન (પ્રેરિત)

સત્યો:

યોહાન ઈસુના બાર પ્રેરિતોમાંનો એક હતો અને ઈસુના નજીકના મિત્રોમાંનો હતો.

  • યોહાન અને તેનો ભાઈ યાકૂબ ઝબદી નામનાં માછીમારના દીકરા હતા.
  • સુવાર્તામાં કે જે તેણે ઈસુના જીવન વિશે લખી, યોહાને પોતાને “ઈસુ જે શિષ્યને પ્રેમ કરતો હતો” તે રીતે દર્શાવ્યો છે.

આ સૂચવે છે કે યોહાન ખાસ કરીને ઈસુનો એક નિકટનો મિત્ર હતો.

  • પ્રેરિત યોહાને નવા કરારના પાંચ પુસ્તકો લખ્યા: યોહાનની સુવાર્તા, ઈસુ ખ્રિસ્તનું પ્રકટીકરણ, અને અન્ય વિશ્વાસીઓને ત્રણ પત્રો લખ્યા.
  • ધ્યાન રાખો કે પ્રેરિત યોહાન એ યોહાન બાપ્તિસ્ત કરતાં અલગ વ્યક્તિ છે.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: પ્રેરિત, વ્યક્ત કરવું, યાકૂબ (ઝબદીનો પુત્ર), યોહાન (બાપ્તિસ્ત), ઝબદી)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 36:1 એક દિવસે, ઈસુએ તેના ત્રણ શિષ્યો, પિતર, યાકૂબ, અને __યોહાન__ને તેની સાથે લીધા.

( યોહાન નામનો શિષ્ય એ એજ વ્યક્તિ નહોતો કે જેણે ઈસુને બાપ્તિસ્મા આપ્યું હતું.)

તેઓ પોતે ઊંચા પહાડ ઉપર ગયા.

  • __44:1__એક દિવસે, પિતર અને યોહાન મંદિરમાં જઈ હતા.

જયારે તેઓ મંદિરના દરવાજા આગળ પહોંચ્યા,તેઓએ લંગડા માણસને જોયો કે જે પૈસા માટે ભીખ માગી રહ્યો હતો.

  • __44:6__પિતર અને યોહાન જે કહી રહ્યા હતા તેથી મંદિરના આગેવાનો ખૂબજ નારાજ હતા.

જેથી તેઓએ તેમની ધરપકડ કરી અને તેઓને જેલમાં નાંખ્યા.

  • __44:7__બીજા દિવસે, યહૂદી આગેવાનો પિતર અને _યોહાન_ને મુખ્ય યાજક અને બીજા ધાર્મિક આગેવાનો પાસે લાવ્યા.

તેઓએ પિતર અને _યોહાન_ને પૂછયું, “કયા પરાક્રમથી તમે આ લંગડા માણસને સાજો કર્યો?”

  • 44:9 આગેવાનો આશ્ચર્ય પામ્યા હતા કે પિતર અને યોહાન ખૂબ હિંમતથી બોલ્યાં કારણકે તેઓ જોઈ શક્યા કે આ માણસો સામાન્ય માણસો હતા કે જેઓ અભણ હતા.

પણ પછી તેઓએ યાદ કર્યું કે આ માણસો ઈસુની સાથે હતા. પછી તેઓએ પિતર અને _યોહાન_ને ધમકી આપી, તેઓએ તેમણે જવા દીધા.

શબ્દ માહિતી:

  • Strong's: G2491