gu_tw/bible/kt/reveal.md

3.9 KiB

પ્રગટ કરવું, પ્રગટ કરે છે, પ્રગટ કર્યું, પ્રકટીકરણ

વ્યાખ્યા:

“પ્રગટ કરવું” શબ્દનો અર્થ કોઈ બાબતની જાણ થાય તેમ કરવું એવો થાય છે. “પ્રગટીકરણ” એવી બાબત છે કે જે પ્રગટ યા જાહેર કરવામાં આવી છે.

  • ઈશ્વરે પોતે જે કઈ સર્જન કર્યું છે તે દ્વારા અને તેમણે કહેલા તથા લખેલા સંદેશાઓના વાતવ્યવહાર દ્વારા પોતાને પ્રગટ કર્યા છે.
  • ઈશ્વરે પોતાને સ્વપ્નો અને સંદર્શનો દ્વારા પણ પ્રગટ કર્યા છે.
  • જ્યારે પાઉલે કહ્યું કે તેણે સુવાર્તા “ઈસુ ખ્રિસ્ત તરફથી પ્રકટીકરણ” દ્વારા પ્રાપ્ત કરી હતી ત્યારે, તેનો અર્થ એ હતો કે ઈસુએ પોતે તે સુવાર્તા તેને સમજાવી હતી.
  • નવા કરારનું “પ્રકટીકરણ” નું પુસ્તક ઈશ્વર અંત સમયે થવાના બનાવો પ્રગટ કરે છે તે વિષે છે.

તેમણે તે ઘટનાઓને સંદર્શનો દ્વારા પ્રેરિત યોહાનને પ્રગટ કરી.

અનુવાદ માટેના સૂચનો:

  • “પ્રગટ કરવું” ના બીજા અનુવાદો “જણાવવું” અથવા તો “જાહેર કરવું” અથવા તો “સ્પષ્ટપણે બતાવવું” તરીકે થઈ શકે.
  • સંદર્ભ અનુસાર, “પ્રગટીકરણ” ના સંભવિત અનુવાદો “ઈશ્વર તરફથી સંદેશવ્યવહાર” અથવા તો “ઈશ્વરે પ્રગટ કરેલી બાબતો” અથવા તો “ઈશ્વર વિષેનું શિક્ષણ” તરીકે કરી શકાય.

ભાષાંતરમાં “પ્રગટ કરવું” નો અર્થ સાચવવો મહત્ત્વનું છે.

  • “જ્યાં પ્રગટીકરણ નથી” એ શબ્દસમૂહનો અનુવાદ “જ્યારે ઈશ્વર પોતાને લોકો સમક્ષ પ્રગટ કરતા નથી” અથવા તો “જ્યારે ઈશ્વર લોકો સાથે વાત કરતા નથી” અથવા તો “એવા લોકોમાં જેમની સાથે ઈશ્વર વાતવ્યવહાર કરતા નથી” તરીકે કરી શકાય.

(આ પણ જૂઓ: શુભસંદેશ, સુવાર્તા, સ્વપ્ન, દર્શન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H241, H1540, H1541, G601, G602, G5537