gu_tw/bible/names/jeroboam.md

4.1 KiB

યરોબઆમ

સત્યો:

નબાટનો દીકરો યરોબઆમ ઈસ. પૂર્વે 900-910 ની આસપાસ ઈઝરાએલના ઉત્તર રાજ્યનો પ્રથમ રાજા હતો. લગભગ 120 વર્ષો પછી, બીજો યરોબઆમ, જે યોઆશ રાજાનો દીકરા હતો તેણે ઈઝરાએલ ઉપર રાજ્ય કર્યું.

  • યહોવાએ નબાટના દીકરા યરોબઆમને ભવિષ્યવાણી કરી કે તે સુલેમાન પછી રાજા બનશે અને ઈઝરાએલના દસ કુળો ઉપર રાજ્ય કરશે.
  • જયારે સુલેમાન મૃત્યુ પામ્યો, ત્યારે ઈઝરાએલના દસ કુળો એ સુલેમાનના દીકરા રહાબઆમ વિરુદ્ધ બળવો કર્યો અને યરોબઆમને તેની જગ્યાએ રાજા બનાવ્યો, રહાબઆમને ફક્ત દક્ષિણના યહૂદા અને બિન્યામીનના બે કુળો પર રાજા રહેવા દીધો.
  • યરોબઆમ દુષ્ટ રાજા બન્યો જેણે લોકોને યહોવાની આરાધના કરવાથી દૂર લઇ જઈને તેને બદલે તેઓને પૂજા કરવા માટે મૂર્તિઓની સ્થાપના કરી.

ઈઝરાએલના બીજા બધા રાજાઓએ યરોબઆમનું અનુસરણ કર્યું અને તેના જેવા દુષ્ટ હતા.

  • લગભગ 120 વર્ષો પછી, બીજા યરોબઆમે ઈઝરાએલના ઉત્તર રાજ્યમાં રાજ કરવાની શરૂઆત કરી.

આ યરોબઆમ યોઆશ રાજાનો પુત્ર હતો અને અગાઉના ઈઝરાએલના રાજાઓની જેમ દુષ્ટ હતો.

  • ઈઝરાએલીઓ દુષ્ટ હોવા છતાં દેવે તેઓ પર દયા રાખી અને આ યરોબઆમ રાજાને જગ્યા મેળવવા અને તેઓના પ્રદેશની સીમાઓ સ્થાપવા મદદ કરી.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર

(આ પણ જુઓ: જૂઠો દેવ, ઈઝરાએલનું રાજ્ય, યહૂદા, સુલેમાન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 18:8 ઈઝરાએલ દેશના બીજા દસ કુળો કે જેઓએ રહાબઆમ વિરુદ્ધ બળવો કરીને યરોબઆમ નામના માણસને તેઓના રાજા થવા માટે નીમ્યો.
  • 18:9 યરોબઆમે દેવની વિરુદ્ધ બળવો કર્યો અને લોકો પાસે પાપ કરાવ્યું.

તેણે યહૂદાના રાજ્યમાં દેવની આરાધના કરવાને બદલે લોકોને આરાધના કરવા માટે બે મૂર્તિઓ બાંધી.

શબ્દ માહિતી:

  • Strong's: H3379