gu_tw/bible/names/gilead.md

1.8 KiB

ગિલયાદ, ગિલયાદી, ગિલયાદીઓ

વ્યાખ્યા:

ગિલયાદ યર્દન નદીની પૂર્વના પર્વતીય પ્રદેશનું નામ હતું, જ્યાં ગાદ, રૂબેન, અને મનાશ્શાના ઈઝરાએલી કુળો રહેતા હતા.

  • આ પ્રદેશને “ગિલયાદનો પહાડી દેશ” અથવા “ગિલયાદ પર્વત,” તરીકે પણ દર્શાવવામાં આવ્યો હતો.
  • જૂના કરારમાં “ગિલયાદ” તે અનેક પુરુષોના નામ પણ હતા.

આ પુરુષોમાંનો એક મનાશ્શાનો પૌત્ર હતો. બીજો ગિલયાદ એ યફતાનો પિતા હતો.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: ગાદ, યફતા, મનાશ્શા, રૂબેન, ઈઝરાએલના બાર કુળો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1568, H1569