gu_tw/bible/kt/highpriest.md

6.1 KiB

પ્રમુખ યાજક

વ્યાખ્યા:

“પ્રમુખ યાજક” શબ્દ વિશેષ યાજકને દર્શાવે છે કે જેને બધા અન્ય ઈઝરાએલી યાજકો માટે એક વર્ષ આગેવાન તરીકે સેવા કરવા નિમણુક કરવામાં આવતો હતો.

  • પ્રમુખ યાજકને ખાસ જવાબદારીઓ હતી.

ફક્ત તેને એકલાને જ વરસમાં એક વાર ખાસ બલિદાન ચઢાવવા માટે મંદિરના સૌથી પવિત્ર ભાગમાં જવાની પરવાનગી હતી.

  • ઈઝરાએલીઓને ઘણા યાજકો હતા, પણ એક સમયે ફક્ત એકજ પ્રમુખ યાજક રહેતો.
  • જયારે ઈસુની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે કાયાફાસ સત્તાવાર પ્રમુખ યાજક હતો.

ક્યારેક કાયાફાસના સસરા અન્નાસનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કારણકે તે ભૂતપૂર્વ પ્રમુખ યાજક હતો તેમ છતાં પણ હજુ તે કદાચ લોકો ઉપર સત્તા અને અધિકાર ધરાવતો હતો.

ભાષાંતરના સૂચનો:

  • “પ્રમુખ યાજક” શબ્દનું ભાષાંતર, “સાર્વભૌમ યાજક” અથવા “સૌથી ઊંચા સ્તરનો યાજક” તરીકે કરી શકાય છે.
  • ખાતરી કરો કે આ શબ્દનું ભાષાંતર “મુખ્ય યાજક” કરતાં અલગ થવું જોઈએ.

(આ પણ જુઓ: અન્નાસ, કાયાફાસ, મુખ્ય યાજકો, યાજક, મંદિર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 13:8 પડદાની પાછળના ખંડમાં પ્રમુખ યાજક સિવાય કોઈ જઈ શકતું નહોતું, કારણકે દેવ ત્યાં રહેતો હતો.
  • 21:7 મસીહા કે જે આવશે તે સંપૂર્ણ પ્રમુખ યાજક રહેશે કે જે સંપૂર્ણ બલિદાન તરીકે પોતાની જાતને દેવને અર્પણ કરશે.
  • 38:3 પ્રમુખ યાજક ની દોરવણી પ્રમાણે યહૂદી આગેવાનોએ, ઈસુને પર પરસ્વાધિન કરવા માટે યહૂદાને ચાંદીના ત્રીસ સિક્કા ચૂકવ્યા.
  • 39:1 ઈસુને પ્રશ્નો પૂછવા માટે સિપાઈઓ તેને (ઈસુને) પ્રમુખ યાજકના ઘરમાં લઈ ગયા.
  • 39:3 છેવટે, પ્રમુખ યાજકે સીધાજ ઈસુ સામે જોયું અને કહ્યું, “અમને કહે, તું મસીહા, જીવતા દેવનો પુત્ર છે?”
  • 44:7 બીજા દિવસે, યહૂદી આગેવાનો પિતર અને યોહાનને પ્રમુખ યાજક અને અન્ય ધાર્મિક આગેવાનો પાસે લાવ્યાં.
  • 45:2 જેથી ધાર્મિક આગેવાનોએ સ્તેફનની ધરપકડ કરી અને પ્રમુખ યાજક અને અન્ય યહૂદી આગેવાનોએ પાસે લાવ્યાં, ત્યાં સ્તેફન વિશે ઘણા જૂઠા સાક્ષીઓએ ખોટી શાહેદી પૂરી.
  • 46:1 પ્રમુખ યાજકે શાઉલને દમસ્ક શહેરમાં જઈને ત્યાંના ખ્રિસ્તીઓને ધરપકડ કરી અને યરૂશાલેમ પાછા લાવવાની સંમતિ આપી.
  • 48:6 ઈસુ એ મહાન પ્રમુખ યાજક છે અન્ય યાજકોથી વિપરીત, તેણે પોતે પોતાનું બલિદાન આપ્યું કે જેથી તે જગતના બધા લોકોના પાપ લઈ શકે. ઈસુ સંપૂર્ણ પ્રમુખ યાજક હતો, કારણકે તેણે દરેક પાપ, કે જે કોઈપણ વ્યક્તિએ ગમે ત્યારે કરેલા હોય, તેઓની સજા ઈસુએ માથે લીધી.

શબ્દ માહિતી:

  • Strong's: H7218, H1419, H3548, G748, G749