gu_tw/bible/names/annas.md

2.0 KiB

અન્નાસ

સત્યો:

લગભગ ઈસ.6 થી ઈસ. 15 સુધી અન્નાસ દસ વર્ષ માટે યરુશાલેમમાં યહૂદીઓનો મુખ્ય યાજક હતો. રોમન સામ્રાજ્ય દ્વારા તેને મુખ્ય યાજકના પદમાંથી દુર કરવામાં આવ્યો હતો, એમ હોવા છતાં તે યહૂદીઓ મધ્યે પ્રભાવશાળી નેતા તરીકે ચાલુ રહ્યો હતો.

  • અન્નાસ કાયાફાસનો સસરો હતો, ઈસુની સેવાના સમય દરમ્યાન તે મુખ્ય યાજક અધિકારી હતો.
  • નિવૃત્તિ બાદ પણ મુખ્ય યાજકો અમુક જવાબદારીઓ સાથે પોતાના હોદ્દાના પદ જારી રાખતા, જેમકે કાયાફાસના અને બીજાની કારકિર્દી સમય દરમ્યાન પણ અન્નાસે પોતાનો હોદ્દો જાળવી રાખ્યો હતો.
  • ઈસુની તપાસ દરમ્યાન યહૂદી લોકો તેમને અન્નાસ પાસે પ્રશ્નોતરી કરવા માટે લાવ્યાં હતા.

(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(જુઓ : મુખ્ય યાજક, યાજક)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: G452