gu_tw/bible/other/chiefpriests.md

2.7 KiB

મુખ્ય યાજકો

વ્યાખ્યા:

ઈસુ પૃથ્વી ઉપર રહેતા હતા તે સમય દરમ્યાન મુખ્ય યાજકો મહત્વના યહૂદી ધાર્મિક આગેવાનો હતા.

  • મુખ્ય યાજકો એ મંદિરમાં ભજનની સેવાઓની દરેક જરૂરી વસ્તુ માટે જવાબદાર હતા.

તેઓ મંદિરમાં જે પૈસા આપવામાં આવતા હતા, તેના પણ ઉપરીઓ હતા.

  • સામાન્ય યાજકો કરતાં તેઓનો દરજ્જો ઉંચો રહેતો અને અધિકાર ધરાવતા હતા. ફક્ત મુખ્ય યાજક (પ્રધાન યાજક) પાસે વધારે સત્તા હતી.
  • કેટલાક મુખ્ય યાજકો ઈસુના મુખ્ય શત્રુઓ હતા અને તેઓએ રોમન આગેવાનોને ઈસુની ધરપકડ કરી અને મારી નાખવા ખુબજ પ્રભાવિત કર્યા.

ભાષાંતરના સૂચનો:

  • “મુખ્ય યાજકો” શબ્દનું ભાષાંતર, “મોટા યાજકો” અથવા “આગેવાની આપનાર યાજકો” અથવા “રાજ્ય કરનાર યાજકો” તરીકે પણ કરી શકાય.
  • ધ્યાન રાખો કે “મુખ્ય યાજક (પ્રધાન યાજક)” શબ્દનું ભાષાંતર, આ શબ્દથી થોડું અલગ રીતે હોવું જોઈએ.

(આ પણ જુઓ: મુખ્ય, મુખ્ય/પ્રધાન યાજક, યહૂદી આગેવાનો, યાજક)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H3548, H7218, G749