gu_tw/bible/kt/daughterofzion.md

2.7 KiB

સિયોનની દીકરી

વ્યાખ્યા:

“સિયોનની દીકરી” રૂપકાત્મક રીતે ઈઝરાએલના લોકોને દર્શાવવા માટે વપરાયો છે. સામાન્ય રીતે તે ભવિષ્યવાણીને માટે વપરાયો છે.

  • જૂના કરારમાં, મોટેભાગે “સિયોન” શબ્દ, એ યરૂશાલેમ શહેરના બીજા એક નામ માટે વપરાયો છે.
  • “સિયોન” અને “યરૂશાલેમ” બન્ને ઈઝરાએલને દર્શાવવા માટે પણ વપરાયા છે.
  • “દીકરી” શબ્દ, તે “વહાલ” અથવા “સ્નેહ” દર્શાવે છે

તે ધીરજ અને કાળજી માટેનું રૂપક છે કે જે દેવ તેના લોકો માટે રાખે છે

ભાષાંતરના સૂચનો:

  • આ શબ્દનું ભાષાંતરમાં “સિયોનમાંની, મારી દીકરી ઈઝરાએલ” અથવા “સિયોનના લોકો, કે જેઓ મારી દીકરી જેવા છે” અથવા “સિયોનના મારા પ્રિય ઈઝરાએલ લોક” એવા શબ્દનો સમાવેશ કરી શકાય છે.
  • બાઈબલમાં આ શબ્દ ઘણી વાર વપરાયો છે તેથી આ અભિવ્યક્તિમાં “સિયોન” શબ્દ રાખવો તે શ્રેષ્ઠ છે.

આ શબ્દનો રૂપકાત્મક અર્થ અને ભવિષ્યકથનનો ઉપયોગ સમજાવવા માટે તેના ભાષાંતરમાં નોંધનો સમાવેશ કરવો.

  • આ અભિવ્યક્તિના ભાષાંતરમાં “દીકરી” શબ્દ જ્યાં સુધી યોગ્ય રીતે સમજાય ત્યાં સુધી તે જ શબ્દ રાખવો સારો છે.

(આ પણ જુઓ: યરૂશાલેમ, પ્રબોધક, સિયોન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1323, H6726