gu_tw/bible/kt/bond.md

6.7 KiB

બાંધવું, બંધન, બાંધેલું

વ્યાખ્યા:

“બાંધવું” શબ્દનો અર્થ, કંઈક બાંધવું અથવા સુરક્ષિત રીતે બાંધી રાખવું એમ થાય છે. જે કંઈક બંધાયેલું અથવા સાથે જોડાયેલું છે તેને “બંધન” કહેવામાં આવે છે. “બાંધેલું” શબ્દ, બાંધવું શબ્દનો ભૂતકાળ દર્શાવે છે.

  • “બંધન” આ શબ્દનો અર્થ, કંઈક બાંધવું અથવા કોઈ વસ્તુની આસપાસ કાંઈ લપેટવું, એમ થાય છે.
  • રૂપકાત્મક અર્થમાં, વ્યક્તિ શપથથી “બંધાયેલો” હોય છે, કે જે વચન તેણે આપ્યું છે તે “જરૂર પૂરું કરે.”
  • “બંધન” શબ્દ દર્શાવે છે કે, કંઈપણ કે જે બાંધી રાખે છે, અલગ રાખી મુકે છે, અથવા કોઈકને કેદ કરવામાં આવ્યું છે.

તે શબ્દ મોટેભાગે ભૌતિક સાંકળો, બંધનો, અથવા દોરડાઓને દર્શાવે છે કે જે વ્યક્તિ સ્વતંત્ર રીતે ફરવા દેતો નથી.

  • બાઈબલના સમયોના બંધનો એવા હતા કે જેમાં દોરડાં અથવા સાંકળોનો ઉપયોગ કરવામાં આવતો જેના વડે કેદીઓને દીવાલ અથવા જેલના પત્થરના ભોંયતળિયા સાથે બાંધી દેવામાં આવતા હતા.
  • “બાંધવું” શબ્દ, વાગેલા ઘાની આસપાસ વીંટાડવામાં આવેલા પાટાને દર્શાવે છે કે જેથી જલદી મટી જાય.
  • મૃત વ્યક્તિને તેની દફનની તૈયારી માટે કફનમાં “બાંધવામાં” (લપેટવામાં) આવે છે.
  • ”બંધન” શબ્દ રૂપકાત્મક રીતે કંઈક દર્શાવે છે, જેમ કે પાપ, કે જે નિયંત્રણો અથવા કોઈકનું ગુલામ રહેવું.
  • બંધન એવી બાબત છે કે જે લોકોની એકબીજાની સાથે ભાવનાત્મક, આધ્યાત્મિક, અને શારીરિક રીતે નજીકના રહીને એકબીજાનો ટેકો પુરા પાડે છે.

આ લગ્નના બંધન માટે લાગુ પડે છે.

  • ઉદાહરણ તરીકે, પતિ અને પત્ની એકબીજા સાથે “બંધનકર્તા” અથવા બંધાયેલા હોય છે.

તે બંધન કે જે દેવ તોડવા માંગતા નથી.

ભાષાંતરના સુચનો:

“બાંધવું” શબ્દનું ભાષાંતર, “જોડવું” અથવા “બાંધી દેવું” અથવા “વીંટવું” (આસપાસ) થઇ શકે છે.

  • રૂપકાત્મક રીતે તેનું ભાષાંતર, “દૂર રાખવું” અથવા “રોકવું” અથવા “કશાક થી દૂર રાખવું” થઇ શકે છે.
  • માથ્થી 16 અને 18 માં “બાંધવું” શબ્દનો વિશિષ્ઠ ઉપયોગ, “મનાઈ કરવી” અથવા પરવાનગી ના આપવી” એમ કરવામાં આવ્યો છે.
  • “બંધન” શબ્દનું ભાષાંતર, “સાંકળો” અથવા “દોરડાઓ” અથવા “બંધનો” તરીકે કરી શકાય છે.
  • “બંધન” શબ્દનું રૂપકાત્મક ભાષાંતર, “ગાંઠ” અથવા “જોડાણ” અથવા “નજીકના સબંધો” થઇ શકે છે.

“શાંતિનું બંધન” વાક્યનો અર્થ, “સુમેળમાં રહેવું, કે જેથી લોકોને એકબીજાના સાથે નજીકના સબંધમાં આવે” અથવા “સાથે જોડી દેવું જેથી શાંતિ થાય” એમ થઇ શકે છે.

  • “વીંટાડવું” શબ્દનું ભાષાંતર, “આસપાસ વીંટાડવું” અથવા “ઉપર પાટો બાંધવો” એમ કરી શકાય છે.
  • પોતાની જાતને કોલથી “બાંધવું” તેનું ભાષાંતર, “વચન પૂરું કરવા કોલ કરાર કરવા” અથવા “કોલ કરાર પુરા કરવા અર્પિત હોવું” એમ થઇ શકે છે .
  • સંદર્ભ પર આધાર રાખીને “બંધન” શબ્દનું ભાષાંતર, “બંધાયેલું” અથવા જોડાયેલું” અથવા “સાંકળોથી બંધાયેલું” અથવા “વચનબદ્ધ (પૂરું કરવા) અથવા “કરવું જરૂરી છે” તેમ થઇ શકે છે.

(તે પણ જુઓ: પૂરું કરવું, શાંતિ, જેલ, દાસ, કોલકરાર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H247, H481, H519, H615, H631, H632, H640, H1366, H1367, H1379, H2280, H2706, H3256, H3533, H3729, H4147, H4148, H4205, H4562, H5650, H5656, H5659, H6029, H6123, H6616, H6696, H6872, H6887, H7194, H7405, H7573, H7576, H8198, H8244, H8379, G254, G331, G332, G1195, G1196, G1198, G1199, G1210, G1397, G1398, G1401, G1402, G2611, G2615, G3734, G3784, G3814, G4019, G4029, G4385, G4886, G4887, G5265