gu_ta/intro/uw-intro/01.md

6.2 KiB

બાઈબલને ખુલ્લું મૂકવાનું કાર્ય એટલા માટે અસ્તિત્વમાં આવ્યુ છે કારણ કે અમે “બાઈબલની સામગ્રીને દરેક ભાષામાં અપ્રતીબંધિત” જોવા માગીએ છીએ.

ઈસુએ તેમના શિષ્યોને આજ્ઞા આપી કે દરેક જૂથના લોકોને શિષ્યો બનાવો:

”ઈસુ તેઓની પાસે આવ્યા અને કહ્યું કે, “સ્વર્ગ અને પૃથ્વી પરનો તમામ અધિકાર મને આપવામાં આવ્યો છે. તેથી જાઓ અને સર્વ દેશનાઓને શિષ્યો બનાવો. અને તેઓને પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામે બાપ્તિસમા આપતા જાઓ. મેં તમને જે આજ્ઞાઓ આપી છે તે તેઓને પાળવાનું શીખવતા જાઓ. અને જુઓ, દુનિયાના અંત સુધી, હું તમારી સાથે છું.” (માથ્થી ૨૮:૧૮-૨૦ ULB)

આપણને તે વચન આપવામાં આવ્યું છે કે દરેક ભાષા બોલનાર લોકો સ્વર્ગમાં હશે.

”આ બિનાઓ પછી મેં જોયું કે, અને જુઓ, દરેક દેશ, દરેક કુળ, સર્વ લોકો તથા ભાષાના, કોઈ ગણી શકે નહિ એટલું મોટું ટોળું, ત્યાં રાજ્યાસન આગળ તથા હલવાનની આગળ ઉભેલા હતા.” (પ્રકટીકરણ ૭:૯ ULB)

ઈશ્વરના વચનને પોતાના હૃદયની ભાષામાં સમજવું તે મહત્વનુ છે:

”તે પ્રમાણે સાંભળવાતી વિશ્વાસ આવે છે, અને ખ્રિસ્તના વચન દ્વારા સંદેશો સાંભળવામાં આવે છે.” (રોમનોને પત્ર ૧૦:૧૭ ULB)

આપણે આ કેવી રીતે કરી શકીએ છીએ?

આપણે કેવી રીતે “બાઈબલની સામગ્રીને દરેક ભાષામાં અપ્રતીબંધિત” લક્ષ્યને કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ?

*વચનને ખુલ્લું કરવાનું કાર્ય - અન્ય સમાન વિચારો વાળી સંસ્થાઓ સાથે ભાગીદારી દ્વારા.

આપણે શું કરી શકીએ?

  • સામગ્રી અમે અનુવાદ કરીને અને તેને મફત તથા અપ્રતિબંધિત બાઈબલ સામગ્રીને ઉપલબ્ધ કરાવીએ છીએ. સ્રોતો અને અનુવાદોની સંપૂર્ણ સૂચી માટે જુઓ http://ufw.io/content/ અહીં કેટલાક નમૂનાઓ છે:
    • બાઈબલની વાર્તાઓ ખોલો - કાળક્રમાનુસાર નાના-બાઈબલની ૫૦ મુખ્ય વાર્તાઓ, ઉત્પત્તિથી લઈને પ્રકટીકરણ સુધી, સુવાર્તાપ્રચાર અને શિષ્યપણા માટે, છાપીને, અવાજમાં, અને વિડીઓમાં (જુઓ http://ufw.io/stories/).
    • બાઈબલ એક માત્ર પ્રેરિત, પ્રામાણિક, પર્યાપ્ત, અધિકૃત ઈશ્વરના વચનને અપ્રતીબંધિત અનુવાદને માટે ખુલ્લી પરવાનગી સાથે, ઉપયોગ અને વહેંચણી માટે (જુઓ http://ufw.io/bible/)
    • અનુવાદની નોંધો - ભાષાકીય, સાંસ્કૃતિક, અને વિવરણાત્મક રીતે અનુવાદકોને મદદ કરે છે. તેઓ બાઈબલની ખુલ્લી વાર્તાઓ તથા બાઈબલ માટે અસ્તિત્વમાં છે (જુઓ http://ufw.io/tn/).
    • અનુવાદના પ્રશ્નો - અનુવાદ યોગ્ય રીતે સમજી શકાય છે કે નહિ તે માટે, લખાણના દરેક ભાગ માટેના પ્રશ્નો કે જે અનુવાદકો અને તપાસકારો પૂછી શકે છે. બાઈબલની ખુલ્લી વાર્તાઓ તથા બાઈબલને માટે ઉપલબ્ધ છે (જુઓ http://ufw.io/tq/).