gu_ta/intro/statement-of-faith/01.md

6.9 KiB

  • આ દસ્તાવેજનુ અધિકૃત સંસ્કરણ અહીં http://ufw.io/faith/ જોવા મળે છે.

  • unfoldingWord યોજનાના તમામ સભ્ય સંગઠનો અને યોગદાન આપનારાઓ દ્વારા વિશ્વાસનુ નિવેદન નીચે મુજબ કરેલ છે. તે ઐતિહાસિક વિશ્વાસનામા સાથેનો કરાર છે: [પ્રેરીતોનું વિશ્વાસનામું], [નાઈસિયન વિશ્વાસનામું], અને [એથેન્સના લોકોનુ વિશ્વાસનામું]; અને [લાઉસન કરાર] ((http://www.lausanne.org/en/documents/lausanne-covenant.html).

અમે માનીએ છીએ કે ખ્રિસ્તી માન્યતા અનિવાર્ય માન્યતા અને પરિઘ માન્યતા એમ વહેચી શકાય છે (રોમનો ૧૪).

અનિવાર્ય માન્યતાઓ

અનિવાર્ય માન્યતાઓ એ છે કે જે ઈસુ ખ્રિસ્તના અનુયાયીઓને વ્યાખ્યાયિત કરે છે અને જેને ક્યારેય સમાધાન અથવા અવગણવામાં નહિ આવે.

  • અમે માનીએ છીએ કે બાઈબલ માત્ર એક પ્રેરિત, સત્ય, પર્યાપ્ત, અધિકૃત ઈશ્વરનુ વચન છે. (૧ થેસ્સાલોનિકી ૨:૧૩; ૨ તિમોથી ૩:૧૬-૧૭).

  • અમે માનીએ છીએ કે એક જ ઈશ્વર છે જે અનંતકાળ માટે ત્રણ વ્યક્તિત્વ તરીકે અસ્તિત્વ ધરાવે છે. ઈશ્વર પિતા, પુત્ર ઈસુ ખ્રિસ્ત, અને પવિત્ર આત્મા (માથ્થી ૨૮:૧૯; યોહન ૧૦:૩૦).

  • ઈસુ ખ્રિસ્ત તે ઈશ્વર છે તે અમે વિશ્વાસ કરીએ છીએ. (યોહાન ૧:૧-૪; ફીલીપ્પી ૨:૫-૧૧; ૨ પિતર ૧:૧).

  • અમે ઈસુ ખ્રિસ્તના મનુષ્યત્વમાં, કુંવારી દ્વારા તેમનો જન્મમાં, તેમના પાપ રહિત જીવનમાં, તેમના ચમત્કારોમાં, તેમના નિયુક્ત અંડ પ્રાયશ્ચિત વાળા વહેતા રક્તમાં, તેમના શારીરિક મરણોત્થાનમાં, અને પિતાના જમણા હાથમાં તેમના સ્વર્ગારોહણમાં અમે વિશ્વાસ કરીએ છીએ (માથ્થી ૧:૧૮,૨૫; ૧ કરીંથી ૧૫:૧-૮; હિબ્રુ ૪:૧૫; પ્રેરીતોના કૃત્યો ૧:૯-૧૧, ૨:૨૨-૨૪).

  • અમે માનીએ છીએ કે દરેક મનુષ્ય સ્વભાવે પાપી છે અને તે અનંતકાળ માટેના નર્કને લાયક છે (રોમન ૩:૨૩; યશાયા ૬૪:૬-૭).

  • અમે માનીએ છીએ કે તારણ ઈશ્વર તરફથી ભેટ છે, જે ઈસુ ખ્રિસ્તના મૃત્યુના બલિદાન અને મરણોત્થાન દ્વારા આપવામાં આવી છે, જેને કૃપાથી વિશ્વાસ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે, કર્મ દ્વારા નહિ (યોહાન ૩:૧૬, ૧૪:૬; એફેસી ૨:૮-૯; તિતસ ૩:૩-૭).

  • અમે માનીએ છીએ કે સાચો વિશ્વાસ પશ્ચાતાપ સાથે અને પવિત્ર આત્માના નવજીવન દ્વારા આવે છે (યાકૂબ ૨:૧૪-૨૬; યોહાન ૧૬:૫-૧૬; રોમન ૮:૯).

  • અમે માનીએ છીએ પવિત્ર આત્માની વર્તમાન સેવા દ્વારા જેઓ ખ્રિસ્ત ઈસુના અનુસરનારા છે તેઓને ઈશ્વરીય જીવન જીવવા સક્ષમ કરે છે (યોહાન ૧૪:૧૫-૨૬; એફેસી ૨:૧૦; ગલાતી ૫:૧૬-૧૮).

  • અમે દરેક દેશ અને ભાષાઓ અને લોકોના જૂથોમાંથી, સર્વ વિશ્વાસીઓની પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આત્મિક એકતામાં વિશ્વાસ કરીએ છીએ (ફીલીપ્પી ૨:૧-૪; એફેસી ૧:૨૨-૨૩; ૧ કરીંથી ૧૨:૧૨,૨૭).

  • અમે ઈસુ ખ્રિસ્તના વ્યક્તિગત અને શારીરિક રીતે પાછા આવવામાં વિશ્વાસ કરીએ છીએ (માથ્થી ૨૪:૩૦; પ્રેરીતોના કૃત્યો ૧:૧૦-૧૧).

  • અમે બંને તારણ પામેલા અને ખોવાયેલાના મરણોત્થાનમાં, તારણ નહિ પામેલાઓને અનંતકાળિક નર્કના તિરસ્કાર માટે મરણોત્થાનમાં અને તારણ પામેલાઓને ઈશ્વર સાથે અનંતકાળિક આશીર્વાદ માટે મરણોત્થાનમાં વિશ્વાસ કરીએ છીએ (હિબ્રુ ૯:૨૭-૨૮; માથ્થી ૧૬:૨૭; યોહાન ૧૪:૧-૩; માથ્થી ૨૫:૩૧-૪૬).

પરિઘ (સીમાને લગતી) માન્યતાઓ

પરિઘ માન્યતાઓ તે બધું જ છે જે વચનમાં છે પરંતુ ખ્રિસ્તના નિષ્ઠાવાન અનુયાયીઓ તેની સાથે સહમત થઈ શકે છે. અમે આ વિષયો પર સહમતીથી સહમત થવામાં અસહમત થવું પસંદ કરીએ છીએ અને દરેક જૂથના લોકોને શિષ્યો બનાવવાના સમાન ધ્યેયથી આગળ વધી રહ્યા છીએ (માથ્થી૨૮:૧૮-૨૦).