gu_obs-tn/content/27/11.md

2.1 KiB

કાયદાનો નિષ્ણાત

એટલે કે, “યહૂદી કાયદાનો નિષ્ણાત.” તમે આ શબ્દનો અનુવાદ કેવી રીતે કરો છો તે જુઓ 27-01

ત્રણ માણસો

ત્રણ માણસો યાજક, લેવી, અને સમરુની હતા. પડોશી - ઈસુ પાડોશી શબ્દનો ઉપયોગ ઊંડા અર્થથી કરે છે. અહીંયા “પડોશી” શબ્દ તે વ્યક્તિને દર્શાવે છે જેઓને આપણી મદદની જરૂર હોય.

પાડોશી હતો

આ રીતે ભાષાંતર થાય, “પડોશી જેવું વર્તન કરવું” અથવા, "એક મિત્ર હતો," અથવા, “પ્રેમથી વર્તવું”. તમે 27-02 અને 27-03 માં "પાડોશી" કેવી રીતે ભાષાંતર કર્યું છે તે જુઓ.

તું જા અને કર

એટલે કે, “તારે, પણ, જવું જોઈએ અને કરવું જોઈએ” અથવા, “હવે તારે કરવું જ જોઈએ.” ઈસુએ કાયદાના નિષ્ણાત વ્યક્તિને જેમ સમરુનીએ કર્યું તેમ કરવાની આજ્ઞા આપી.

તેમ જ કર

એટલે કે, “બીજાઓને પ્રેમ કર, તારા દુશ્મનોને પણ.” ધ્યાન રાખો કે “તેવું જ” શબ્દ નો અર્થ ફક્ત ઘાયલ વ્યક્તિની મદદ કરવી તેવું ન દર્શાવે.

બાઈબલમાંથી વાર્તા

આ સંદર્ભ કેટલાક બાઈબલ ભાષાંતરોમાં અલગ હોઈ શકે છે.