gu_obs-tn/content/27/01.md

2.2 KiB

એક દિવસ

આ વાક્ય ભૂતકાળમાં થયેલી ઘટનાનું વર્ણન કરે છે, પણ કોઈ ચોક્ક્સ સમય નથી દર્શાવતું. ઘણી ભાષાઓમાં સત્ય વાર્તા કહેવાનો આવો જ રસ્તો છે.

યહૂદી નિયમશાસ્ત્રનો નિષ્ણાત

આ માણસ એટલે કે જેણે ઇઝરાયેલીઓને દેવે આપેલા નિયમોનો અભ્યાસ કર્યો છે અને શીખવ્યા છે, સાથે સાથે બીજા યહૂદી કાયદાઓ પણ.

તેની પરીક્ષા કરવા

એટલે કે, “જોવા માટે કે ઈસુ સારો જવાબ આપે છે.”

અનંત જીવન પામવા

એટલે કે, “દેવ સાથે હમેશાનું જીવન મેળવવા” અથવા, “જેથી દેવ મને તેમની સાથે હમેશાનું જીવન આપે” અથવા, “દેવ તરફથી અનંત જીવન પામવા.” નિયમશાસ્ત્રના નિષ્ણાત વ્યક્તિએ પૂછ્યું કે હું દેવ પિતા પાસેથી અનંત જીવન વારસા તરીકે મેળવવાને યોગ્ય કેવી રીતે બની શકું?

અનંત જીવન

આ મરણશીલ શરીરના મૃત્યુ પછી દેવ સાથેના હંમેશાના જીવનને દર્શાવે છે.

દેવના વચનમાં શુ લખેલું છે?

એટલે કે, “આ વિશે જે દેવના વચનમાં શું લખેલું છે?” ઈસુએ આ પ્રશ્ન પૂછ્યો કારણકે તે ઈચ્છતા હતા કે આ માણસ વિચારે કે ખરેખર દેવનો નિયમ તે વિશે શુ શીખવે છે.