gu_obs-tn/content/27/02.md

3.0 KiB

કાયદાના નિષ્ણાત

એટલે કે, “યહૂદી કાયદાનો નિષ્ણાત.” તમે આ શબ્દનો અનુવાદ કેવી રીતે કરો છો તે જુઓ 27-01

પ્રભુ તારા દેવને પ્રેમ કર

તમે કહેવા માટે આ પસંદ કરી શકો છો, “આપણે આપણા પ્રભુ દેવને પ્રેમ કરવો જોઈએ.” ધ્યાન રાખો કે આનો મતલબ એવો ન થાય કે માણસ ઈસુને આજ્ઞા આપે છે. તેના બદલે, તેણે એ ટાંક્યુ જે દેવનું વચન લોકોને કરવાની આજ્ઞા આપે છે.

તારા પુરા હૃદય, આત્મા, શક્તિ, અને મનથી

એટલે કે, “તારા આખા વ્યક્તિત્વથી” અથવા, “તારા વ્યક્તિત્વના દરેક ભાગથી.” કેટલીક ભાષાઓમાં આ રીતે ભાષાંતર થાય, “તારા પુરા દિલ, શ્વાસ, શક્તિ, અને વિચારોથી.” દરેક ભાગો પર નહિ પણ આપણા બધા બહાર મૂકવામાં આવ્યો છે. તમારી ભાષાના એવા શબ્દનો ઉપયોગ કરો જેનો અર્થ આખું વ્યક્તિત્વ થતું હોય.

હૃદય

હૃદય વ્યક્તિના એવા ભાગને દર્શાવે છે જેમાં ઈચ્છાઓ અને ભાવનાઓ હોય છે.

આત્મા

આત્મા વ્યક્તિના અશારીરિક, આત્મિક ભાગને દર્શાવે છે.

શક્તિ

શક્તિ શારીરિક શરીર અને તેની દરેક યોગ્યતાઓને દર્શાવે છે.

મન

મન વ્યક્તિના એ ભાગને દર્શાવે જેનાથી વ્યક્તિ વિચારે છે, યોજનાઓ કરે છે, અને આદર્શો હોય છે.

પડોશી

“પડોશી” શબ્દ આપણી નજીક રહેતા લોકોને દર્શાવે છે. યહૂદીઓ આ શબ્દનો ઉપયોગ ન તો તેની નજીકના સંબંધીઓ માટે કે ન તો તેના વિદેશી કે દુશ્મન માટે વાપરતા હતા.

તારા પાડોશીને તારા સમાન પ્રેમ કર

એટલે કે, “તારા પડોશીને તેવો પ્રેમ કર જેવો તું તારી જાતને કરે છે.”