gu_tw/bible/other/shepherd.md

8.8 KiB

ઘેટાંપાળક, ઘેટાંપાળકો, માર્ગદર્શન આપ્યું, ઉત્તેજન આપે છે

વ્યાખ્યા:

ઘેટાંપાળક એ વ્યક્તિ છે કે જે ઘેટાંની સંભાળ રાખે છે. “ઘેટાંપાળક” ક્રિયાપદનો અર્થ ઘેટાનું રક્ષણ કરવું અને તેમને ખોરાક અને પાણી પૂરું પાડવું. ઘેટાંપાળક ઘેટાં પર ધ્યાન આપે છે, જ્યાં સારો ખોરાક અને પાણી મળે છે તેવી જગ્યાએ દોરી લઇ જાય છે. ઘેટાંપાળક ઘેટાંને ખોવાઈ જતું અટકાવે છે અને તેમનું જંગલી પ્રાણીઓથી રક્ષણ કરે છે.

  • લોકોની આત્મિક જરૂરિયાતોની સંભાળ રાખવી તે શબ્દોનો ઉલ્લેખ વારંવાર બાઈબલમાં રૂપકાત્મક રીતે કરવામાં આવ્યા છે

આ બાબત ઈશ્વરે બાઈબલમાં તેમને શું કહ્યું છે તે એમને શીખવવું અને જે રીતે તેમણે જીવવું જોઈએ તે રીતે તેમને દોરવા તેનો સમાવેશ કરે છે.

  • જુના કરારમાં, ઈશ્વરને તેઓના લોકના “ઘેટાંપાળક” કહેવામાં આવ્યાં હતાં કારણ કે તેઓ તેમની દરેક જરૂરિયાતોની સંભાળ રાખતાં હતાં અને તેમનું રક્ષણ કરતાં હતાં. તેઓ તેમને દોરતાં અને માર્ગદર્શન આપતાં હતાં. (જુઓ: રૂપક
  • મુસા ઈઝરાયેલીઓ માટે ઘેટાંપાળક હતો તેણે તેમને આત્મિક રીતે તેમની યહોવાની આરાધનામાં માર્ગદર્શન આપ્યું અને તેમની કનાન સુધીની મુસાફરીમાં શારીરિક રીતે દોરવણી આપી.
  • નવા કરારમાં, ઈસુએ પોતાને “ઉત્તમ ઘેટાંપાળક” કહ્યા.

પાઉલ પ્રેરિતે પણ તેમનો ઉલ્લેખ મંડળીના “મહાન ઘેટાંપાળક” તરીકે કર્યો.

  • નવા કરારમાં, એવી વ્યક્તિ જે બીજા વિશ્વાસીઓનો આત્મિક આગેવાન હતો તેનો ઉલ્લેખ કરવા માટે પણ “ઘેટાંપાળક” શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

જે શબ્દ પરથી “પાળક” શબ્દનો અનુવાદ થયો છે તે જ શબ્દ પરથી “ઘેટાંપાળક” શબ્દનો અનુવાદ થયો છે. વડીલો અને દેખરેખ રાખનારાઓ પણ ઘેટાંપાળક કહેવાતા.

અનુવાદ માટેના સૂચનો

  • જ્યારે શાબ્દિક રીતે કરવાનું હોય ત્યારે “ઘેટાંપાળક” ના કાર્યનું અનુવાદ “ઘેટાંની સંભાળ લેવી” અથવા “ઘેટાંનું ધ્યાન રાખવું” એમ કરી શકાય.
  • “ઘેટાંપાળક” તરીકે વ્યક્તિનું અનુવાદ “વ્યક્તિ કે જે ઘેટાંની સંભાળ રાખે છે તે” અથવા “ઘેટાંને જોનાર” અથવા “ઘેટાંના પાલક” એમ કરી શકાય.
  • જ્યારે રૂપકાત્મક રીતે વાપરવામાં આવે, ત્યારે આ શબ્દોનો “આત્મિક ઘેટાંપાળક” અથવા “આત્મિક આગેવાન” અથવા “વ્યક્તિ કે જે ઘેટાંપાળકસમાન છે” અથવા “વ્યક્તિ કે જે પોતાના ઘેટાંની સંભાળ રાખે છે તેમ પોતાના લોકોની સંભાળ રાખે છે” અથવા “વ્યક્તિ કે જે પોતાના લોકોને દોરે છે જેમ ઘેટાંપાળક પોતાના ઘેટાંને દોરે છે તેમ” અથવા “વ્યક્તિ કે જે ઈશ્વરના ઘેટાંની સંભાળ રાખે છે” એમ જુદી-જુદી રીતે અનુવાદ કરી સમાવિષ્ટ કરી શકાય.
  • કેટલાંક સંદર્ભોમાં, “ઘેટાંપાળક” નું અનુવાદ “આગેવાન” અથવા “માર્ગદર્શક” અથવા “પાલક” એમ કરી શકાય.
  • આત્મિક દ્રષ્ટિકોણથી “ઘેટાંપાળક” નું અનુવાદ “ની સંભાળ રાખનાર” અથવા “આત્મિક રીતે પોષવું” અથવા “માર્ગદર્શન આપવું અને શીખવવું” અથવા “દોરવણી આપવી અને સંભાળ લેવી (જેમ ઘેટાંપાળક ઘેટાં માટે કરે છે તેમ)” કરી શકાય.
  • રૂપકાત્મક ઉપયોગમાં, “ઘેટાંપાળક” શબ્દના અનુવાદ માટેના શાબ્દિક શબ્દનો ઉપયોગ કરવો અને સમાવેશ કરવો તે શ્રેષ્ઠ છે.

(આ પણ જુઓ: માનવું, કનાન, મંડળી, મુસા, પાળક, ઘેટાં, આત્મા)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 9:11 મુસા બન્યો ઘેટાંપાળક મીસરથી ઘણે દૂર રણમાં.
  • 17:2 દાઉદ હતો ઘેટાંપાળક બેથલેહેમ શહેરથી.

જુદા-જુદા સમયે જ્યારે તે તેના પિતાના ઘેટાંની સંભાળ રાખતો હતો, ત્યારે દાઉદે સિંહ અને રીંછ બંને કે જેઓએ ઘેટાં પર હુમલો કર્યો હતો તેમને મારી નાંખ્યા.

  • 23:6 એ રાતે, ત્યાં કેટલાંક ઘેટાંપાળકો હતાં નજીકન ખેતરમાં તેમના ઘેટાંઓનું રક્ષણ કરતાં હતાં.
  • 23:8ઘેટાંપાળકો ઈસુ જ્યાં હતા એ જગાએ જલદીથી આવી પહોંચ્યા અને તેઓએ ગભાણમાં તેમને જોયા, જેમ દૂતોએ તેમને કહ્યું હતું તેમ.
  • 30:3 ઈસુ માટે, આ લોકો ઘેટાં હતાં ઘેટાંપાળક વિનાના.

શબ્દ માહિતી:

  • Strong's: H6629, H7462, H7469, H7473, G750, G4165, G4166