gu_tw/bible/other/preach.md

8.5 KiB

પ્રચાર કરવો, પ્રચાર કર્યો, પ્રચાર, પ્રચારક, ઘોષિત કરવું, ઘોષિત કરે છે, ઘોષિત કર્યું, ઘોષિત કરતું, ઘોષણા, ઘોષણાઓ

વ્યાખ્યા:

“પ્રચાર કરવો” નો અર્થ લોકોના જૂથને ઈશ્વર વિષે શીખવવું અને ઈશ્વરની આજ્ઞા પાળવા વિનંતી કરવી એવો થાય છે. “ઘોષણા કરવી” નો અર્થ જાહેરમાં હિંમતથી કોઈ બાબતની જાહેરાત કરવી અથવા તો પ્રગટ કરવી એવો થાય છે.

  • પ્રચાર મોટા ભાગે કોઈ એક વ્યક્તિ દ્વારા લોકોના મોટા જૂથને કરવામાં આવે છે.

સામાન્ય રીતે તે બોલવા દ્વારા કરવામાં આવે છે અને લેખિત હોતો નથી.

  • “પ્રચાર કરવો” અને “શિક્ષણ આપવું” એકબીજા સાથે મળતા આવે છે પણ ચોક્કસ રીતે સમાન નથી.
  • “પ્રચાર” મુખ્યત્વે આત્મિક કે નૈતિક સત્યની જાહેર ઘોષણાનો ઉલ્લેખ કરે છે કે જેમાં શ્રોતાગણને તેના વિષે પ્રતિભાવ આપવા અરજ કરવામાં આવે છે.

“શિક્ષણ આપવું” શબ્દ બોધ આપવા પર ભાર મૂકે છે કે જેમાં લોકોને માહિતી આપવામાં આવે છે અથવા તો તેમને કશુંક કરવા શીખવવામાં આવે છે.

  • “પ્રચાર કરવો” શબ્દનો ઉપયોગ સામાન્ય રીતે “સુવાર્તા” શબ્દ સાથે કરવામાં આવે છે.
  • વ્યક્તિએ બીજાઓને જે બાબતનો પ્રચાર કર્યો છે તેને સામાન્ય અર્થમાં તેના “શિક્ષણ” તરીકે ઉલ્લેખી શકાય છે.
  • બાઇબલમાં ઘણીવાર, “ઘોષણા કરવી” નો અર્થ ઈશ્વરે આજ્ઞા કરેલી બાબતની જાહેરમાં જાહેરાત કરવી અથવા તો ઈશ્વર વિષે તથા તેઓ કેવા મહાન છે તે વિષે બીજાઓને કહેવું એવો થાય છે.
  • નવા કરારમાં, પ્રેરિતોએ જુદાજુદા શહેરો તથા પ્રદેશોમાં ઘણા લોકોને ઈસુ વિશે શુભ સમાચાર ઘોષિત કર્યા.
  • “ઘોષિત કરવું” શબ્દનો ઉપયોગ રાજાઓ દ્વારા બહાર પાડવામાં આવેલા વટહુકમો માટે અથવા તો જાહેરમાં દુષ્ટ બાબતોને વખોડવા પણ કરી શકાય છે.
  • “ઘોષિત કરવું” ના બીજા અનુવાદો “જાહેરાત કરવી” અથવા તો “જાહેરમાં પ્રચાર કરવો” અથવા તો “જાહેરમાં જણાવવું” તરીકે કરી શકાય.
  • “ઘોષણા” શબ્દનો અનુવાદ “જાહેરાત” અથવા તો “જાહેર પ્રચાર” તરીકે પણ કરી શકાય.

(આ પણ જૂઓ: સુવાર્તા, ઈસુ, ઈશ્વરનું રાજ્ય)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 24:2 તેણે (યોહાને) તેઓને એવું કહેતા પ્રચાર કર્યો કે “પસ્તાવો કરો, કારણ કે ઈશ્વરનું રાજ્ય પાસે આવ્યું છે!”
  • 30:1 ઈસુએ પોતાના પ્રેરિતોને જુદાજુદા ગામોમાં લોકોને પ્રચાર કરવા તથા શીખવવા મોકલ્યા.
  • 38:1 ઈસુએ “પ્રચાર” કરવાની અને જાહેરમાં શીખવવાની શરૂઆત કરી તેના લગભગ ત્રણ વર્ષ બાદ, તેઓએ પોતાના શિષ્યોને કહ્યું કે તેઓ તેમની સાથે યરુશાલેમમાં તે પાસ્ખાપર્વ પાળવા માંગતા હતા અને કે તેઓને ત્યાં મારી નાખવામાં આવશે.
  • 45:6 તો પણ, તેઓ જ્યાં કંઇ ગયા ત્યાં તેમણે ઈસુ વિષે પ્રચાર કર્યો.
  • 45:7 તે (ફિલિપ) સમરૂનમાં ગયો કે જ્યાં તેણે ઈસુ વિષે પ્રચાર કર્યો અને ઘણા લોકોનું તારણ થયું.
  • 46:6 તરત જ શાઉલે દમસ્કસના યહૂદીઓને એમ કહેતાં પ્રચાર કરવાની શરૂઆત કરી કે, “ઈસુ ઈશ્વરપુત્ર છે!”
  • 46:10 ત્યાર બાદ તેઓએ તેમને બીજી ઘણી જગાઓમાં ઈસુ વિશેના શુભ સમાચારનો પ્રચાર કરવા મોકલ્યા.
  • 47:14 પાઉલ અને બીજા ખ્રિસ્તી આગેવાનોએ લોકોને ઈસુ વિશેના શુભસંદેશનો પ્રચાર કરતાં અને શીખવતાં ઘણા શહેરોમાં મુસાફરી કરી.
  • 50:2 જ્યારે ઈસુ આ પૃથ્વી પર હતા ત્યારે તેમણે કહ્યું હતું કે, “મારા શિષ્યો દરેક જગ્યાએ લોકોને ઈશ્વરના રાજ્ય વિશેના શુભસંદેશનો પ્રચાર કરશે અને ત્યાર બાદ અંત આવશે.”

શબ્દ માહિતી:

  • (for proclaim): H1319, H1696, H1697, H2199, H3045, H3745, H4161, H5046, H5608, H6963, H7121, H7440, H8085, G518, G591, G1229, G1861, G2097, G2605, G2782, G2784, G2980, G3142, G4135