gu_tw/bible/kt/kingdomofgod.md

8.2 KiB

ઈશ્વરનું રાજ્ય, સ્વર્ગનું રાજ્ય

વ્યાખ્યા:

"ઈશ્વરનું રાજ્ય" અને "સ્વર્ગનું રાજ્ય" બંને શબ્દો ઈશ્વરના લોકો અને સર્વ સર્જન પર તેમના શાસન અને સત્તાનો ઉલ્લેખ કરે છે.

  • યહુદીઓ અવારનવાર "સ્વર્ગ" શબ્દનો ઉપયોગ ઈશ્વરને સંબોધવા, સીધે સીધેસીધી રીતે તેમના નામનો ઉપયોગ ટાળવા કરતાં હતા. (જુઓ: ભાષાલંકાર
  • નવા કરારના માથ્થીએ લખેલ પુસ્તકમાં, તે ઈશ્વરના રાજ્યને "સ્વર્ગના રાજ્ય" તરીકે સંબોધે છે, કદાચ તે મુખ્યત્વે યહૂદી શ્રોતાઓ માટે તે લખી રહ્યો હતો તેને કારણે.
  • ઈશ્વરનું રાજ્ય એ ઈશ્વર આત્મિક રીતે લોકોને દોરે છે તથા ભૌતિક જગત પર રાજ કરે છે તેનો ઉલ્લેખ કરે છે.
  • જૂના કરારના પ્રબોધકોએ લખ્યું કે ઈશ્વર મસીહાને ન્યાયથી રાજ કરવા મોકલશે.

ઈસુ, ઈશ્વરના દીકરા, મસીહા છે જે ઈશ્વરના રાજ્ય પર સદાકાળ રાજ કરશે.

અનુવાદ માટેના સૂચનો:

  • સંદર્ભને આધારે, "ઈશ્વરનું રાજ્ય" નું અનુવાદ "ઈશ્વરનું શાસન (રાજા તરીકે)" અથવા "જ્યારે ઈશ્વર રાજા તરીકે રાજ કરશે ત્યારે" અથવા "સઘળાં પર ઈશ્વરનું શાસન" એમ કરી શકાય.
  • "સ્વર્ગનું રાજ્ય" શબ્દનું અનુવાદ "સ્વર્ગમાથી ઈશ્વરનું રાજા તરીકે રાજ" અથવા "સ્વર્ગમાના ઈશ્વર રાજ કરે છે" અથવા "સ્વર્ગ સઘળાં પર રાજ કરે છે" એમ પણ કરી શકાય. જો તેનું અનુવાદ સરળ અને સ્પષ્ટ રીતે કરવું શક્ય નથી તો, તેને બદલે "ઈશ્વરનું રાજ્ય" એમ અનુવાદ કરી શકાય.
  • કેટલાંક અનુવાદકો "સ્વર્ગ" શબ્દને અંગ્રેજીમાં કેપીટલ અક્ષરમાં તે ઈશ્વર માટે સંબોધવામાં આવ્યું છે તે માટે લખે છે. બીજાઓ લખાણમાં નોંધનો સમાવેશ કરે છે, જેમ કે "સ્વર્ગનું રાજ્ય (જે ઈશ્વરનું રાજ્ય)."
  • બાઇબલના પૃષ્ઠની નીચેના ભાગનો આ અભિવ્યક્તિમાં "સ્વર્ગ" શબ્દનો અર્થ સમજાવવા પણ નોંધ કરવા ઉપયોગ કરી શકાય.

(આ પણ જુઓ: ઈશ્વર, સ્વર્ગ, રાજા, રાજ્ય, યહુદીઓના રાજા, રાજ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:

  • 24:2 તેણે (યોહાન) લોકોને બોધ કર્યો, એમ કહીને કે, "પસ્તાવો કરો કેમ કે ઈશ્વરનું રાજ્ય નજીક છે!"
  • 28:6 પછી ઈસુએ તેમના શિષ્યોણે કહ્યું, "ધનવાન લોકોને પેંસવું ઘણું અઘરું છે ઈશ્વરના રાજયમાં!

હા, સોયના નાકામાથી ઊંટને પસાર થવું સહેલું છે ધનવાન માણસના પ્રવેશવા કરતાં ઈશ્વરના રાજયમાં."

  • 29:2 ઈસુએ કહ્યું, " __ ઈશ્વરનું રાજય__ એક રાજા જેવુ છે જે તેના ચાકરો સાથે હિસાબની પતાવટ કરવા માંગે છે."
  • 34:1 ઈસુએ બીજી ઘણી વાતો કહી ઈશ્વરના રાજ્યની.

ઉદાહરણ તરીકે એમણે કહ્યું, " ઈશ્વરનું રાજ્ય એ રાઈના દાણા જેવુ છે જે કોઇકે તેના ખેતરમાં વાવ્યું."

  • 34:3 ઈસુએ બીજી વાત કહી, " ઈશ્વરનું રાજ્ય એ ખમીર જેવુ છે કે જેને સ્ત્રીએ લોટમાં ભેળવી દીધું જ્યાં સુધી તે સર્વ લોટમાં ફેલાય ન જાય ત્યાં સુધી."
  • 34:4 " ઈશ્વરનું રાજ્ય એ છુપાયેલા ખજાના જેવુ છે જેને કોઇકે ખેતરમાં છુપાવી દીધું હતું..

બીજા કોઈક માણસને તે ખજાનો મળ્યો અને તેણે પણ દાટી દીધો."

  • 34:5 " ઈશ્વરનું રાજ્ય એ સંપૂર્ણ મોતી જે ઘણું મૂલ્યવાન છે તેના જેવુ પણ છે."
  • 42:9 તેમણે તેમના શિષ્યોને ઘણી રીતે સાબિત કરી આપ્યું કે તેઓ જીવંત છે, અને તેમણે તેમણે શીખવ્યું ઈશ્વરના રાજ્ય વિષે.
  • 49:5 ઈસુએ કહ્યું કે ઈશ્વરનું રાજ્ય જગતમાં જે કંઈ પણ છે તેનાથી ઘણું મૂલ્યવાન છે.
  • 50:2 જ્યારે ઈસુ પૃથ્વી પર જીવંત હતા ત્યારે તેમણે કહ્યું હતું કે, "મારા શિષ્યો સારા સમાચારનો બોધ કરશે ઈશ્વરના રાજ્યના સર્વત્ર જગતના લોકોને, અને પછી અંત આવશે."

શબ્દ માહિતી:

  • Strong's: G932, G2316, G3772