gu_tw/bible/other/pillar.md

4.0 KiB

થાંભલો, થાંભલા, સ્તંભ, સ્તંભો

વ્યાખ્યા:

“સ્તંભ” શબ્દ સામાન્ય રીતે એક મોટા ઊભા માળખાનો ઉલ્લેખ કરે છે કે જેનો ઉપયોગ છત કે મકાનના બીજા કોઈ ભાગને ટેકો આપવા કરવામાં આવે છે. “સ્તંભ” માટેનો બીજો શબ્દ “થાંભલો” છે.

  • બાઇબલના સમયોમાં, મકાનોને ટેકો આપવા વપરાતા સ્તંભો સામાન્ય રીતે ખડકના એક જ ટુકડામાંથી કોરી કાઢવામાં આવતા હતા.
  • જૂના કરારમાં જ્યારે સામસૂનને પલિસ્તિઓ દ્વારા પકડવામાં આવ્યો ત્યારે, તેણે અધર્મી મંદિરને ટેકો આપતા સ્તંભોને ધકેલ્યા કે જેથી તે તૂટી પડ્યું અને તે રીતે તેનો નાશ કર્યો.
  • “સ્તંભ” શબ્દ કેટલીક વાર એક મોટા પથ્થર કે શિલાખંડનો ઉલ્લેખ કરે છે કે જેને કોઈ કબર અથવા તો જ્યાં કઇંક મહત્ત્વની ઘટના ઘટી હોય તે સ્થળ દર્શાવવા એક યાદગીરી તરીકે ઊભો કરવામાં આવે છે.
  • તે એક મૂર્તિ કે જેને જૂઠા દેવની પૂજા કરવા બનાવવામાં આવી હતી તેનો ઉલ્લેખ પણ કરી શકે છે.

“કોરેલી મૂર્તિ” માટેનું તે બીજું નામ છે અને તેનો અનુવાદ “પૂતળું” તરીકે કરી શકાય.

  • “સ્તંભ” શબ્દનો ઉપયોગ સ્તંભના આકારની બાબતોનો ઉલ્લેખ કરવા કરવામાં આવ્યો છે, જેમ કે ઇઝરાયલીઓને અરણ્યમાં રાત્રિ દરમ્યાન દોરનાર “અગ્નિસ્તંભ” કે પછી લોતની પત્ની શહેર તરફ પાછું જોવાથી “ખારનો થાંભલો” થઈ ગઈ તે સ્તંભ.
  • મકાનને આધાર આપતા માળખા તરીકે, “સ્તંભ” અથવા તો “થાંભલો” શબ્દનો અનુવાદ “ઊભો પથ્થરનો આધારસ્તંભ” અથવા તો “પથ્થરનું આધાર આપતું માળખું” તરીકે કરી શકાય.
  • “સ્તંભના” બીજા ઉપયોગોનો અનુવાદ સંદર્ભ અનુસાર “પૂતળું” અથવા તો “ઢગલો” અથવા તો “ટેકરો” અથવા તો “સ્મારક” અથવા તો “ઊંચો ઢગલો” તરીકે કરી શકાય.

(આ પણ જૂઓ: પાયો, જૂઠો દેવ, પ્રતિમા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H352, H547, H2106, H2553, H3730, H4552, H4676, H4678, H4690, H5324, H5333, H5982, H8490, G4769