gu_tw/bible/other/foundation.md

4.0 KiB

પાયો નાંખવો, સ્થાપન થયું, સ્થાપક, પાયો, પાયા

વ્યાખ્યા:

“પાયો નાંખવો” ક્રિયાપદનો અર્થ, “બાંધવું”, અથવા “બનાવવું”, અથવા પાયો નાખવો. “પર સ્થાપના કરેલ” શબ્દસમૂહનો અર્થ, તેના પર આધારભૂત અથવા તેના પર આધારિત થાય છે. “પાયો” એ છે કે તેનો પર જે કઈ બાંધેલું અથવા બનાવેલું છે તેનો આધાર તેની પર (તળ કે જમીન) છે.

  • ઘર અથવા મકાનનો પાયો અવશ્ય મજબૂત અને સમગ્ર માળખાને આધાર આપે તેવો હોવો જરૂરી છે.
  • “પાયો” શબ્દ, શરૂઆત પણ દર્શાવે છે અથવા સમય કે જયારે કંઈક પ્રથમ વાર બનાવાયું હતું.
  • રૂપકાત્મક અર્થમાં, ખ્રિસ્તમાંના વિશ્વાસીઓને એક બાંધકામ સાથે સરખાવાવમાં આવ્યા છે, કે જેની સ્થાપના પ્રેરિતો અને પ્રબોધકોના શિક્ષણ પર કરેલી છે, કે જે બાંધકામમાં ઈસુ પોતે ખૂણાનો મુખ્ય પત્થર છે.
  • “પાયાનો પત્થર” એક પત્થર હતો કે જે પાયાના ભાગ તરીકે મૂકવામાં આવેલો હતો.

આ પત્થરોનું પરીક્ષણ કરી ખાત્રી કરવામાં આવી હતી કે તેઓ સમગ્ર મકાનને આધાર આપવા પૂરતા મજબૂત છે કે નહીં.

ભાષાંતરના સૂચનો:

  • “જગતનો પાયો નાખ્યા અગાઉ” શબ્દસમૂહનું ભાષાંતર, “જગતની રચના થયા અગાઉ” અથવા “જયારે જગત પ્રથમ અસ્તિત્વમાં આવ્યું તે સમય પહેલાં” અથવા “બધું પ્રથમ બનાવવામાં આવ્યું હતું તે પહેલા” તરીકે (ભાષાંતર) કરી શકાય છે.
  • “(તેના) પર સ્થાપના” શબ્દનું ભાષાંતર, “તેના પર સુરક્ષિત બાંધેલું” અથવા “નિશ્ચિતપણે આધારિત,” તરીકે (ભાષાંતર) કરી શકાય છે.
  • સંદર્ભ પર આધાર રાખીને “પાયા” શબ્દનું ભાષાંતર, “મજબૂત પાયો” અથવા “મજબૂત આધાર” અથવા “શરૂઆત” અથવા “ઉત્પત્તિ” તરીકે કરી શકાય છે.

(આ પણ જુઓ: ખૂણાનો મુખ્ય પથ્થર, સર્જન કરવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H134, H787, H803, H808, H2713, H3245, H3247, H3248, H4143, H4144, H4146, H4328, H4349, H4527, H6884, H8356, G2310, G2311, G2602