gu_tw/bible/other/overseer.md

3.9 KiB

દેખરેખ રાખવી, દેખરેખ રાખે છે, દેખરેખ રાખેલું, અધ્યક્ષ, અધ્યક્ષો

વ્યાખ્યા:

“અધ્યક્ષ” શબ્દ બીજા લોકોના કાર્ય અને કલ્યાણ માટે જવાબદાર વ્યક્તિનો ઉલ્લેખ કરે છે.

  • જૂના કરારમાં, અધ્યક્ષનું કામ તેના હાથ નીચેના લોકો તેઓનું કાર્ય સારી રીતે કરે તે જોવાનું હતું.
  • નવા કરારમાં, આ શબ્દનો ઉપયોગ શરૂઆતની ખ્રિસ્તી મંડળીના આગેવાનોને વર્ણવવા થાય છે.

તેઓનું કાર્ય વિશ્વાસીઓને બાઇબલનું ભૂલરહિત શિક્ષણ મળે તેનું ધ્યાન રાખતા મંડળીની આત્મિક જરૂરિયાતોની સંભાળ લેવાનું હતું.

  • પાઉલ અધ્યક્ષનો ઉલ્લેખ એક ઘેટાંપાળક તરીકે કરે છે કે જે સ્થાનિક મંડળીમાં વિશ્વાસીઓ કે જેઓ તેનું “ઝુંડ” છે તેઓની સંભાળ રાખે છે.
  • અધ્યક્ષ ઘેટાંપાળકની જેમ ટોળાની ચોકી કરે છે.

તે ખોટું આત્મિક શિક્ષણ તથા દુષ્ટ પ્રભાવોથી વિશ્વાસીઓને સાચવે છે અને તેઓની રક્ષા કરે છે.

  • નવા કરારમાં, “અધ્યક્ષો”, “વડીલો” તથા “ઘેટાંપાળકો/પાળકો વગેરે શબ્દો આત્મિક આગેવાનોનો ઉલ્લેખ કરવાની વિભિન્ન રીતો છે.

અનુવાદ માટેના સૂચનો:

  • આ શબ્દનો અનુવાદ “નિરીક્ષક” અથવા તો “દેખભાળ કરનાર” અથવા તો “સંચાલક” એ રીતે કરી શકાય.
  • જ્યારે ઈશ્વરના લોકોના સ્થાનિક જૂથના એક આગેવાનનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે આ શબ્દનો અનુવાદ એવા શબ્દ કે શબ્દસમૂહ દ્વારા કરી શકાય કે જેનો અર્થ “આત્મિક દેખરેખ રાખનાર” અથવા તો “વિશ્વાસીઓના જૂથની આત્મિક જરુરિયાતોની સંભાળ રાખનાર વ્યક્તિ” અથવા તો “મંડળીની આત્મિક જરુરિયાતોની કાળજી કરનાર વ્યક્તિ” થાય છે.

(આ પણ જૂઓ: મંડળી, વડીલ, પાળક, ઘેટાંપાળક)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H5329, H6485, H6496, H7860, H8104, G1983, G1984, G1985