gu_tw/bible/other/elder.md

2.5 KiB

વડીલ, વડીલો

વ્યાખ્યા:

વડીલો એ આત્મિક રીતે પુખ્ત માણસો છે કે, જેઓને દેવના લોકો મધ્યે આત્મિક જવાબદારીઓ અને વ્યવહારુ નેતૃત્વ મળેલા હોય છે.

  • “વડીલ” શબ્દ એક હકીકત છે કે મૂળ વૃદ્ધ માણસો પરથી આવ્યો છે, જેઓની ઉંમર અને અનુભવને કારણે, તેઓને પાસે વધારે શાણપણ હતું.
  • જૂના કરારમાં, વડીલોએ સામાજિક ન્યાય અને મૂસાના નિયમોની બાબતમાં ઈઝરાએલીઓને મદદ કરીને દોર્યા.
  • નવા કરારમાં, યહૂદી વડીલો તેઓના સમુદાયોમાં આગેવાનો તરીકે ચાલુ રહ્યા અને લોકો માટે ન્યાયાધીશો પણ રહ્યા હતા.
  • શરૂઆતની ખ્રિસ્તી મંડળીઓમાં, ખ્રિસ્તી વડીલોએ વિશ્વાસીઓની સ્થાનિક સભામાં આત્મિક નેતાગીરી આપી.
  • આ મંડળીઓના વડીલોમાં જુવાન માણસો કે જેઓ આત્મિક રીતે પુખ્ત હતા તેઓનો સમાવેશ કરવામાં આવ્યો.
  • આ શબ્દનું ભાષાંતર “વૃદ્ધ માણસો” અથવા “મંડળીને દોરનાર આત્મિક રીતે પુખ્ત માણસો” તરીકે પણ કરી શકાય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1419, H2205, H7868, G1087, G3187, G4244, G4245, G4850