gu_tw/bible/other/mind.md

4.1 KiB

મન, મનો, મનવાળું, સાવધ મનવાળું, યાદ કરાવવું, યાદ કરાવે છે, યાદ કરાવ્યું, યાદપત્ર, યાદપત્રો, યાદ કરાવતું, સમાન વિચારધારા ધરાવતા લોકો

વ્યાખ્યા:

“મન” શબ્દ વ્યક્તિના તે અંગનો ઉલ્લેખ કરે છે કે જે વિચારે છે અને નિર્ણયો લે છે.

  • દરેક વ્યક્તિનું મન તેના તમામ વિચારો અને તર્કશક્તિનો સરવાળો છે.
  • “ખ્રિસ્તનું મન રાખવું”નો અર્થ ઈસુ ખ્રિસ્ત જે રીતે વિચારશે અને વર્તશે તે રીતે વિચારવું અને વર્તવું એવો થાય છે.

તેનો અર્થ થાય છે કે ઈશ્વરપિતાને આજ્ઞાધિન હોવું, ખ્રિસ્તના શિક્ષણને પાળવું, આ પ્રમાણે કરવા પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા સક્ષમ બનવું.

  • “મન બદલવું”નો અર્થ થાય છે કે કોઈકે એક ભિન્ન નિર્ણય કર્યો અથવા તો અગાઉના કરતા ભિન્ન મત દાખવ્યો.

અનુવાદ માટેના સૂચનો:

  • “મન” શબ્દનો અનુવાદ “વિચારો” અથવા તો “તર્ક કરવો” અથવા તો “વિચારવું” અથવા તો “સમજ” તરીકે પણ કરી શકાય.
  • “મનમાં રાખો” અભિવ્યક્તિનો અનુવાદ “યાદ રાખો” અથવા તો “આ બાબત પર ધ્યાન આપો” અથવા તો “આ જાણવાની ખાતરી રાખો” તરીકે કરી શકાય.
  • “હૃદય, પ્રાણ અને અને મન” અભિવ્યક્તિનો અનુવાદ “તમે જે અનુભવો છો, તમે જે માનો છો અને તમે તે વિષે શું વિચારો છો” તરીકે પણ કરી શકાય.
  • “મનમાં લાવવું”નો અનુવાદ “યાદ કરો” અથવા તો “તે વિષે વિચારો” તરીકે કરી શકાય.
  • “મન બદલ્યું અને ગયો” અભિવ્યક્તિનો અનુવાદ “અલગ નિર્ણય કર્યો અને ગયો” અથવા તો “છેવટે જવાનો નિર્ણય કર્યો” અથવા તો “તેનો મત બદલ્યો અને ગયો” તરીકે પણ કરી શકાય.
  • “બે મનવાળો” અભિવ્યક્તિનો અનુવાદ “શંકા કરનાર” અથવા તો “નિર્ણય કરવા અશક્તિમાન” અથવા તો “વિરોધાભાસી વિચારો વાળો” તરીકે પણ કરી શકાય.

(આ પણ જૂઓ: માનવું, હૃદય, પ્રાણ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

  • Strong's: H3629, H3820, H3824, H5162, H7725, G1271, G1374, G3328, G3525, G3540, G3563, G4993, G5590