gu_tw/bible/other/mind.md

36 lines
4.1 KiB
Markdown

# મન, મનો, મનવાળું, સાવધ મનવાળું, યાદ કરાવવું, યાદ કરાવે છે, યાદ કરાવ્યું, યાદપત્ર, યાદપત્રો, યાદ કરાવતું, સમાન વિચારધારા ધરાવતા લોકો
## વ્યાખ્યા:
“મન” શબ્દ વ્યક્તિના તે અંગનો ઉલ્લેખ કરે છે કે જે વિચારે છે અને નિર્ણયો લે છે.
* દરેક વ્યક્તિનું મન તેના તમામ વિચારો અને તર્કશક્તિનો સરવાળો છે.
* “ખ્રિસ્તનું મન રાખવું”નો અર્થ ઈસુ ખ્રિસ્ત જે રીતે વિચારશે અને વર્તશે તે રીતે વિચારવું અને વર્તવું એવો થાય છે.
તેનો અર્થ થાય છે કે ઈશ્વરપિતાને આજ્ઞાધિન હોવું, ખ્રિસ્તના શિક્ષણને પાળવું, આ પ્રમાણે કરવા પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા સક્ષમ બનવું.
* “મન બદલવું”નો અર્થ થાય છે કે કોઈકે એક ભિન્ન નિર્ણય કર્યો અથવા તો અગાઉના કરતા ભિન્ન મત દાખવ્યો.
## અનુવાદ માટેના સૂચનો:
* “મન” શબ્દનો અનુવાદ “વિચારો” અથવા તો “તર્ક કરવો” અથવા તો “વિચારવું” અથવા તો “સમજ” તરીકે પણ કરી શકાય.
* “મનમાં રાખો” અભિવ્યક્તિનો અનુવાદ “યાદ રાખો” અથવા તો “આ બાબત પર ધ્યાન આપો” અથવા તો “આ જાણવાની ખાતરી રાખો” તરીકે કરી શકાય.
* “હૃદય, પ્રાણ અને અને મન” અભિવ્યક્તિનો અનુવાદ “તમે જે અનુભવો છો, તમે જે માનો છો અને તમે તે વિષે શું વિચારો છો” તરીકે પણ કરી શકાય.
* “મનમાં લાવવું”નો અનુવાદ “યાદ કરો” અથવા તો “તે વિષે વિચારો” તરીકે કરી શકાય.
* “મન બદલ્યું અને ગયો” અભિવ્યક્તિનો અનુવાદ “અલગ નિર્ણય કર્યો અને ગયો” અથવા તો “છેવટે જવાનો નિર્ણય કર્યો” અથવા તો “તેનો મત બદલ્યો અને ગયો” તરીકે પણ કરી શકાય.
* “બે મનવાળો” અભિવ્યક્તિનો અનુવાદ “શંકા કરનાર” અથવા તો “નિર્ણય કરવા અશક્તિમાન” અથવા તો “વિરોધાભાસી વિચારો વાળો” તરીકે પણ કરી શકાય.
(આ પણ જૂઓ: [માનવું](../kt/believe.md), [હૃદય](../kt/heart.md), [પ્રાણ](../kt/soul.md))
## બાઇબલના સંદર્ભો:
* [લૂક 10:25-28](rc://gu/tn/help/luk/10/25)
* [માર્ક 6:51-52](rc://gu/tn/help/mrk/06/51)
* [માથ્થી 21:28-30](rc://gu/tn/help/mat/21/28)
* [માથ્થી 22:37-38](rc://gu/tn/help/mat/22/37)
* [યાકૂબ 4:8](rc://gu/tn/help/jas/04/08)
## શબ્દ માહિતી:
* Strong's: H3629, H3820, H3824, H5162, H7725, G1271, G1374, G3328, G3525, G3540, G3563, G4993, G5590